Gujarat

એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી ‘બ્લ્યુ ફ્લેગ બીચ’ તરીકે વિકસાવવાશે

ગાંધીનગર: રાજય સરકારે આજે મહાત્મા મંદિર ખાતે મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત (Gujarat) દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી MOU કરાયા છે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે Coastal Security- MISHTI Initiative વિષય પર યોજાયેલી યોજાયેલ એક દિવસીય વર્કશોપનું રાજય સરકાર દ્વારા એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવાની કામગીરીનું ઇ-ખાતમૂહુર્ત કરાયું હતું.

આ કાર્યશાળામાં વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વિગતો આપતાં કહ્યું હતું કે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes (MISHTI) યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશનાં ૧૧ રાજ્યો અને ૦૨ કેન્દ્રશાસીત પ્રદેશોમાં વર્ષ ૨૦૨૩થી શરૂ કરી પાંચ વર્ષમાં વાવેતરની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ તેમજ સંશાધનોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી આશરે ૫૪૦ ચો.કી.મી. વિસ્તારમાં મેન્ગ્રુવનું વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વાર ગુજરાતમાં Coastal Security- MISHTI Initiative અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે MOU કરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે વન સહભાગી મંડળીની જેમ જ મેન્ગ્રુવ સહભાગી મંડળીઓ બનાવી તેના દ્વારા મેન્ગ્રુવનાં વાવેતર તેમજ સંરક્ષણ કરવામાં આવશે. વધુમાં, રાજ્યમાં મેન્ગ્રુવનાં વાવેતર સંરક્ષણ તેમજ મેનેજમેન્ટ માટે એક ફાઉન્ડેશન બનાવવાની બાબત રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ ઔદ્યોગિક ગૃહો દ્વારા CSR એક્ટીવિટી નીચે ફંડ જમા કરાવી શક્શે તેમજ આ ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં આવેલ મેન્ગ્રુવ વિસ્તારમાં વ્યવસ્થાપન કરવામાં આવશે. આ સંદર્ભે વન મંત્રીએ નીતિનિર્ધારણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી અને તાત્કાલિક અમલવારી થાય તે જોવા માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યા હતાં.

આ એક દિવસીય વર્કશોપમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરલ વિગેરે રાજ્યોમાંથી આશરે ૨૩૦ જેટલા તજજ્ઞો, સંશોધકો, અધિકારીઓ અને નિતીનિર્ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top