Sports

T20 વર્લ્ડ કપ પહેલા ભારતને ફટકો, હર્ષિત રાણા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર, મોહમ્મદ સિરાજની એન્ટ્રી

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ભારતીય ટીમ શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સ સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ટીમને એક ફટકો પડ્યો છે. હર્ષિત રાણાના સ્થાને મોહમ્મદ સિરાજને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયો છે. બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રેક્ટિસ મેચ દરમિયાન હર્ષિતને ઈજા થઈ હતી. હર્ષિત તેમની પ્રેક્ટિસ મેચ દરમિયાન મેદાનની બહાર લંગડાયો હતો અને સૂત્રોએ દાવો કર્યો હતો કે તે સાંધામાં દુખાવો અનુભવી રહ્યો છે. હર્ષિતે ભારતની પ્રેક્ટિસ મેચમાં એક જ ઓવરમાં 16 રન આપ્યા હતા જે દરમિયાન તેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ભારત શનિવારે સ્પર્ધાના પોતાના પહેલા મેચમાં યુએસએ સામે ટકરાશે.

આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું આ બાબતે કહ્યું કે જો હર્ષિત બહાર થઈ જાય છે તો તે એક મોટો ફટકો હશે. હવે અમારે અન્ય સંયોજનો પર ધ્યાન આપવું પડશે. પરંતુ અમારી પાસે પૂરતી બેન્ચ સ્ટ્રેન્થ છે. જ્યારે તેના સંભવિત રિપ્લેસમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સૂર્યકુમારે કહ્યું કે ટીમમાં બીજા ઓલરાઉન્ડરને ઉમેરવાની જરૂર નથી. અમે જોઈશું. કોઈ કડક નિયમ નથી કે તેણે ઓલરાઉન્ડર બનવું જોઈએ.

વોર્મ-અપ મેચમાં રાણા ઈજાગ્રસ્ત
અહેવાલો અનુસાર દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં હર્ષિતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.

Most Popular

To Top