Charchapatra

યુવાનીમાં રક્તદાન : મૃત્યુ પછી ચક્ષુદાન….

આજની યુવા પેઢી મોટાભાગે વ્યસન અને ફેશનના રવાડે ચઢતા બરબાદ થઈ રહી છે અને દિશાહીન બનતી જાય છે, પરંતુ જો યૌવનકાળને સારા માર્ગે લઈ જાયતો જીવન ધન્ય બની જાય છે. યુવાનીમાં રક્તદાન કરવામાં આવે તો જરૂરત મંદ દર્દીની જીંદગી બચાવી શકાય છે, અને મરીઝને નવજીવન મળી શકે, લોહીનું એક-એક બુંદ ખુબ અનમોલ છે, આથી રક્તદાન મહાદાન છે.

ઉપરાંત મૃત્યુ પછી ચક્ષુદાન કરવામાં આવે તો જેની આંખ ખરાબ થઈ ગઈ હોય તેને નઈ રોશની મળી શકે, આવા પૂણ્યશાળી-માનવતા-સભર કાર્યો કરવાથી જીવન સાર્થક થઈ જાય. આમ તો દાનના અનેક પ્રકાર છે. જેમ કે વિદ્યાદાન કન્યાદાન, નેત્રદાન, દેહદાન, કરતાં પણ રક્તદાન શ્રેષ્ઠદાન કહેવાય છે, આજકાલ દાનવીરો પોતાજ નામના મેળવવા અને પોતાના નામ તકતી લાગે તે માટે દાન કરતા હોય છે, પરંતુ ગુપ્તદાન એ પ્રસિધ્ધી વિનાનું દાન છે, જેનો મહિમા ખુબ ઉંચો છે. આથી યુવાધને રચનાત્મક પ્રવૃત્તિ કરવી જોઈએ.

તરસાડા – પ્રવીણસિંહ મહિડાઆ લેખમાં પ્રગટ થયેલાંવિચારો  લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top