SURAT

ઉધના-સુરત તથા ડુંગરી-બિલીમોરા વચ્ચે બ્લોક: આ ટ્રેનો બે દિવસ મોડી દોડશે

સુરત: ઉધના-સુરત (Udhna Surat) તથા ડુંગરી-બિલીમોરા (Dungri Bilimora) રેલવે સ્ટેશન (RailwayStation) વચ્ચે 23મી મેના રોજ બ્લોક (Block) લેવામાં આવનાર છે. ઉધના-સુરત વચ્ચે 24મી તારીખે પણ બ્લોક લેવામાં આવનાર છે. ઉપરાંત પશ્ચિમ રેલ્વેના (Western Railway) વડોદરા – આણંદ (VadodaraAnandRailway) રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોક લેવાનો નિર્ણય કરાયો છે. જેને કારણે 23 મે, 2023 (મંગળવારે) અને તા. 24મીના બુધવારે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.

  • તા. 23 અને 24મીના રોજ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવા નિર્ણય, રેલવ્યવહારને અસર થશે

23મી તારીખે જે ટ્રેનો મોડી પડનાર છે તેમાં 22મીએ ઝાંસીથી રવાના થનાર ટ્રેન નંબર 22195 ઝાંસી-બાંદ્રા એક્સપ્રેસ 4 કલાક મોડી પડશે. ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક મોડી પડશે. 22મીએ રવાના થનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બે કલાક મોડી પડશે.

ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 04126 બાંદ્રા-સુબેદારગંજ એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એસી એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12925 મુંબઈ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે.

24મીએ જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 09075 મુંબઈ-કાઠગોદામ એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 ચેન્નાઈ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 1 કલાક 55 મિનિટ મોડી પડશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા – આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 23 મે, 2023 (મંગળવારે) કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.આંશિક રીતે રદ કરાયેલી જે ટ્રેનો છે તેમાં• ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ વડોદરા – અમદાવાદ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે.

જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22959 જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ 15 મિનિટ મોડી પડશે.ટ્રેન નંબર 22938 રીવા – રાજકોટ સુપરફાસ્ટ 20 મિનિટ મોડી પડશે.

Most Popular

To Top