Charchapatra

જરૂરીયાતમંદ દર્દીઓને માટે આર્શિવાદરૂપ સ્ક્રીન બેંક અન્ય શહેરોમાં પણ શરૂ કરવી જોઇએ

તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર રાજકોટમાં રાજ્યની પ્રથમ સ્કીન બેંકનો પ્રારંભ થયો છે. જે બેંક દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે ચામડી આપવામાં આવશે. અકસ્માતે દાઝેલા મેજર ટ્રોમા પેશન્ટ કે ડાયાબીટીસ અથવા ગેંગરીનથી પીડાતા દર્દીઓ માટે તે આશિર્વાદરૂપ સાબિત થશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રાજકોટમાં રોટરી કલબ ગુજરાતની સૌ પ્રથમ લાયસન્સ ધરાવતી સ્કીન બેંક દ્વારા મૃત શરીરમાંથી ડર્મેટોમ નામના સાધનથી ચામડીનુ દાન મેળવાશે અને જરૂરીયાતવાળા દર્દીઓને માટે યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવશે. જેમ મૃત્યુ પછી ચક્ષુોાન કરવામાં આવે છે એજ રીતે ચામડીનું પણ દાન કરી શકાય છે. આ ચામડીને પાંચ વર્ષ સુધી સાચવીને સ્કીન બેંકમાં રાખી શકાય છે. જરૂરીયાતમંદ દર્દીઓને માટે રાહતરૂપ આવી સ્કીન બેંક ગુજરાતના અન્ય શહેરોના પણ શરૂ કરવી જોઇએ.
પાલનપુર    – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top