૨0 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સમિતિએ માર્ચ, ૨૦૨૩ માં જાહેર થનારા ૯૫ મા સ્કાર ઍકેડમી એવૉર્સની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’ શ્રેણીમાં, ભારત દેશની સર્વ પ્રાદેશિક ભાષામાં નિર્મિત અને પ્રદર્શિત ફિલમ્સમાંથી “છેલ્લો શો… નામની ગુજરાતી ફિલ્મની સર્વાનુમતે પસંદગી કરી છે, જે ગુર્જર પ્રદેશની સૌરાષ્ટ્ર ભૂમિ માટે સોનામાં સુગંધ અને આજની ઘડી રળિયામણી જેવી છે. આ ફિલ્મના સહનિર્માતા, દિગ્દર્શક અને લેખક પાન નલિન ઉર્ફે પંડ્યા નલિન ગામ અડતાળા, તા. લાઠી, જિ. અમરેલી છે. આ ફિલ્મ તેની ગરીબ ગ્રામીણ સ્થિતિથી માંડીને આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક તરીકેની પ્રસિદ્ધિ સુધીની આત્મકથાનક ફિલ્મ છે. આ પૂર્વે જ્ઞાન કોરીઆ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ “ધ ગૂડ રોડ ની વર્ષ ૨૦૧૩ માં ઍસ્કાર એવોર્ડ સ્પર્ધા માટે પસંદગી થઈ હતી. ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો’ની સર્વાનુમતે પસંદગી કરી છે.
આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દિપેન રાવલ, પરેશ મહેતા, અલ્પેશ ટાંક જેવા અલ્પાંશે જાણીતા પણ અભિનય ક્ષેત્રે સર્વાંશે સફળ નીવડેલા કલાકારોએ પોતાની પાત્રભૂમિકા સુપેરે નિભાવી છે અને તે ૧૪ ઑક્ટોબર, ર0રર ના રોજ ભારતનાં સિનેમાગૃહોમાં પ્રદર્શિત થવાની છે. પરંતુ આ પૈકી એક પણ ફિલ્મ એવોર્ડ જીતી શકી ન હતી. ઇચ્છીએ કે ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ” તરીકે ઓસ્કાર એકેડમી એવૉર્ડ ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો’ને ફાળે જાય. જો કે પાન નલિનની તાજેતરમાં જ ઓસ્કાર એવૉર્ડની જ્યુરી કમિટીમાં વરણી થઈ છે અને યોગાનુયોગ તેની ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે મોકલાઈ છે તે અહીં ખાસ નોંધવું ઘટે.
– પ્રા. જે. આર. વઘાશિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.