Business

ધન્ય છે આ સભ્ય ગ્રામીણ વિચારોને 

કચ્છના માધાપર ગામમાં પ્રાથરિયા આહીર સમાજે તેમની સમાજની મિટિંગમાં નક્કી કર્યા મુજબ લગ્ન પ્રસંગમાં સોનાની લેતી દેતી પર સદંતર બંધ ફરમાવ્યો છે. વરરાજાને પણ સુશોભિત સાદો પોશાક જ પહેરવો, શેરવાની પહેરે તો પણ રૂપિયા એક લાખ દંડ, અને લગ્નમાં મર્યાદિત સંખ્યામાં જ આમંત્રણ આપવું, તથા જમણવારમાં ફક્ત છ વાનગી જ પીરસવી, જો વધુ વાનગી બનશે તો રૂપિયા ₹2,51,000 નો દંડ. ઉપરાંત મહેંદી રસમ, હલ્દી રસમ તથા પ્રી વેડિંગનાં નામે થતા ફોટોશૂટ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

જે આ નિયમ તોડે તેમની પાસે તત્કાલ આ દંડ વસૂલ કરવામાં આવશે જેમાં કોઈ દયા કે વાયદા રહેશે નહીં. જો આવા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં ઓછા ભણતર વાળા પણ પણ સમજદાર લોકો આ સામાજિક સુધારણાના  ગતિશીલ કડક નિર્ણય લઈ શકતા હોય તો શહેરોમાં ભણેલ ગણેલ સમાજ શું કરે છે? આ નિયમોનું ઉલ્લંઘન જ! સભ્ય શહેરી લોકો પણ આનું અનુકરણ કરે તે જરૂરી અને સમયની માંગ છે.
સુરત     – રેખા.એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top