National

દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટઃ સફેદ પાવડર જોઈ ચોંકી ઉઠ્યા ફોરેન્સિક એક્સપર્ટ

દિલ્હીના રોહિણી સેક્ટર 14ના પ્રશાંત વિહાર વિસ્તારમાં રવિવારે સવારે લગભગ 7:30 વાગ્યે CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સીઆરપીએફ સ્કૂલની દિવાલ, નજીકની દુકાનો અને કેટલીક કારોને નુકસાન થયું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તહેવારોની સિઝનમાં દિલ્હીમાં થયેલા આ બ્લાસ્ટને લઈને સુરક્ષા એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રારંભિક તપાસ રિપોર્ટમાં વિસ્ફોટમાં વપરાયેલી સામગ્રી ક્રૂડ બોમ્બ જેવી છે પરંતુ સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થળ પરથી સફેદ પાવડર મળી આવ્યો છે. જો કે તે સ્પષ્ટ નથી થયું કે તે કયા પ્રકારનો બ્લાસ્ટ હતો અને તેનો સ્ત્રોત કયો છે.

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગૃહ મંત્રાલયે વિસ્ફોટકોનો રિપોર્ટ માંગ્યો છે. તેઓ નજીકના ઘણા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં વ્યસ્ત છે. રોહિણી જિલ્લાના ડીસીપી અને અન્ય અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સીસીટીવીની ક્લિપ લીક થવી જોઈએ નહીં. દરમિયાન એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા છે. ક્રાઈમ ટીમ, એફએસએલની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર છે. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલની ટીમ પણ સ્થળ પર હાજર છે.

વિસ્ફોટના સ્થળે સફેદ પાવડર મળ્યો
CRPF સ્કૂલની આસપાસના કેટલાય કિલોમીટર દૂર આવેલા મોબાઈલ ટાવર પર ગઈ રાતથી લઈને આજે સવારે 9 વાગ્યા સુધી કેટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે જેનાથી ખબર પડશે કે ગઈકાલથી સવારે બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. તે તમામ સક્રિય ફોન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ સાથે બ્લાસ્ટના સ્થળે સફેદ પાવડર મળી આવ્યો હતો. અહીં-ત્યાં પથરાયેલા આ સફેદ પાવડરની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસને પીસીઆર કોલ દ્વારા બ્લાસ્ટની માહિતી મળી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે 07:47 કલાકે પીસીઆર કોલ આવ્યો હતો. કોલ કરનારે માહિતી આપી હતી કે રોહિણીના સેક્ટર 14માં આવેલી સીઆરપીએફ સ્કૂલ પાસે ખૂબ જ અવાજ સાથે બ્લાસ્ટ થયો છે. આ પછી SHO અને સ્ટાફ પહોંચી ગયો હતો. ઘટનાસ્થળે-આસપાસની દુકાનોના કાચ અને દુકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું.

Most Popular

To Top