National

ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં આખી બિલ્ડિંગ પડી ગઈ, 4 ના મોત

મુરેના : મધ્યપ્રદેશના (Madhya Pradesh) મુરેનામાં (Murena) ફટાકડાના (Crackers) ગોડાઉનમાં (Godown) વિસ્ફોટ (Blast) થયો હતો. અકસ્માતમાં આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતના (Building) કાટમાળ નીચે અડધો ડઝનથી વધુ લોકો દટાયા છે. મોરેનાના બનમૌર નગરના જેતપુર રોડની ઘટના છે. આ અકસ્માત સવારે 11.30 વાગ્યે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો, જેના કારણે વેરહાઉસ ધરાશાયી થઈ ગયું હતું. આ વેરહાઉસમાં કેટલાક ભાડૂતો રહેતા હતા, જેઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેરહાઉસના માલિક બનમૌરના રહેવાસી બિઝનેસમેન નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડૂતો પણ રહેતા હતા.

  • મધ્યપ્રદેશના મુરેનાના બનમૌર નગરની ઘટના
  • ફટાકડાના ગેરકાયદે ગોડાઉનમાં બ્લાસ્ટ થયો
  • વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું મકાન ધરાશાયી થયું
  • આ ઘટનામાં 4ના મોત, 7 ઘાયલ, હજુ અનેક દટાયાની આશંકા
  • પોલીસ અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, ગોડાઉનમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલ ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બનમૌર નગરના જેતપુર રોડ પર ફટાકડાનો ગોડાઉન આવેલું છે. વેરહાઉસમાં વિસ્ફોટ થતાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. વેરહાઉસ રહેણાંક વિસ્તારમાં હતું.

વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફટાકડાના ગોદામ સિવાય બિલ્ડિંગમાં ભાડૂતો પણ રહેતા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

ચંબલ રેન્જના આઈજી રાકેશ ચાવલાએ જણાવ્યું કે બાનમૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આમાં 4 લોકોના મોત થયા છે. કાટમાળમાં સાત લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય ચાલુ છે.

Most Popular

To Top