જબલપુરઃ જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં આજે મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK)માં મંગળવારે સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે કર્મચારીઓના મોત થયા હતા. 10 થી વધુ બળી ગયા છે. બેની હાલત નાજુક છે. ફેક્ટરી મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં વ્યસ્ત છે. વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ બ્લાસ્ટ ફેક્ટરીના F-6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો. ફેક્ટરીના જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. કેન્ટના ધારાસભ્ય અશોક રોહાની ઘાયલોને જોવા માટે ખમરિયાની હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં એલેક્ઝાંડર ટોપ્પોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે રણવીર કુમારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શ્યામલાલ ઠાકુર અને ચંદન કુમારની હાલત ગંભીર છે. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલોમાં કુમાર ગૌરવ, સુનીલ કુમાર, ઉમેશ મૌર્ય, પ્રવીણ દત્તા, ક્રિષ્ના પાલ, એસકે મંડલ અને રામજીનો સમાવેશ થાય છે.