કિવ: લુહાન્સ્કમાં શક્તિશાળી વિસ્ફોટથી સમગ્ર શહેર હચમચી ઉઠ્યું હતું, મળતી માહિતી પ્રમાણે, અહી તેલના ડેપોમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શહેરના કેન્દ્રમાં એક જોરદાર વિસ્ફોટ સ્પષ્ટપણે સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર સવારે 6.55 કલાકે વિસ્ફોટ થતાં જ ઓઈલ ડેપોમાં આગ લાગી ગઈ હતી. આ હુમલા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. બ્લાસ્ટ બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આને લગતો એક વીડિયો સામે આવ્યો છે. તે સ્પષ્ટ નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, પરંતુ ઈમરજન્સી સેવાઓ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે.
લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (એલપીઆર) ના વડાના સલાહકાર રોડિયન મિરોશ્નિકે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ ઓઇલ ડિપો પર મિસાઇલ હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ હુમલાની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ પુતિને લુહાંસ્કને સ્વતંત્ર દેશનો દરજ્જો આપ્યો હતો.
વિનિત્સા એરપોર્ટ પર હુમલો થતા ધરાશાયી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ૧૨માં દિવસે પણ સતત હુમલાઓ વધી રહ્યા છે. રશિયાએ યુક્રેનના વિનિત્સા એરપોર્ટ પર ભયાનક હુમલો કર્યો છે. આ એરપોર્ટ પર રશિયન મિસાઈલોએ તબાહી મચાવી છે. આ હુમલામાં આખું એરપોર્ટ ધરાશાયી થઈ ગયું છે. એરપોર્ટ પર આગ ફાટી નીકળી છે. હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. પોપ ફ્રાન્સિસે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ઘેરો આક્રોશ વ્યક્ત કર્યો છે. પોપ ફ્રાન્સિસે કહ્યું છે કે યુક્રેનમાં હજુ પણ લોહી અને આંસુની નદીઓ વહી રહી છે. તેમણે કહ્યું છે કે આ માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ આ એક યુદ્ધ છે જે મૃત્યુ, વિનાશ અને ગરીબી લાવી રહ્યું છે.
રશિયન સૈનિકો ઉભેલા તે ઉડાવી દેવાયો
રશિયાએ આજે યુક્રેનના ઓડેશા શહેર પર મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલામાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ખાર્કિવ પ્રદેશમાં, તે જ પુલ કે જેના પર રશિયન સૈનિકો ઉભા હતા તે યુક્રેનિયન દળો દ્વારા ઉડાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ખાર્કિવ પ્રદેશના ડ્વોરેચનાયા ગામમાં, કુપિયનસ્ક શહેરમાંથી બહાર નીકળવાની દિશામાં એક પુલ ઉડી ગયો હતો. ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અગાઉ આ પુલ પર રશિયન સૈનિકોની પોસ્ટ આવેલી હતી.
રશિયન ફાઈટર જેટ તોડી પાડ્યું – યુક્રેનનો દાવો
યુક્રેનનો દાવો છે કે તેના સૈનિકોએ એક રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ખાર્કિવ ક્ષેત્રના સંરક્ષણ મુખ્યાલયે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ ખાર્કિવ પર એક રશિયન ફાઇટરને ઠાર માર્યું હતું. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર, રશિયન પાઇલટ પાસે પ્લેનમાંથી બહાર નીકળવાનો સમય નહોતો અને તે જમીન પર અથડાયા બાદ આકાશમાંથી પડીને મૃત્યુ પામ્યો હતો. આ પ્લેન કુલીનચેવ નજીક પડ્યું હતું. અન્ય વિકાસમાં, યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે યુક્રેન દ્વારા માયકોલાઈવ ક્ષેત્રમાં એક રશિયન લડાયક વાહન જપ્ત કરવામાં આવ્યું છે. યુક્રેન દાવો કરે છે કે રશિયન પેરાટ્રૂપર્સ ભાગવામાં સફળ થયા.