નવી દિલ્હી: અમેરિકામાં (America) ફરી એકવાર રંગભેદના કારણે એક યુવકનું મોત (Death) નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના મેમ્ફિસ શહેરમાં 29 વર્ષીય અશ્વેત યુવકને પોલીસ (Police) અધિકારીઓએ ઢોર માર માર્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર શુક્રવારે આ ઘટનાનો એક વીડિયો (Video) સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મીઓ અશ્વેત વ્યક્તિ ટાયર નિકોલસને ખરાબ રીતે માર મારી રહ્યા છે.
મેમ્ફિસ શહેરની આ ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને ત્યાર બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ટાયર નિકોલ્સની હિંસક મારપીટના એક કલાકથી વધુનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં અધિકારીઓએ એક કાળા ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢ્યો હતો અને તેને ગંભીર રીતે માર્યો હતો. આ વીડિયો નિકોલસની હત્યાના એક દિવસ બાદ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેને મારનારા તમામ અધિકારીઓ પોલીસ છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓએ 29 વર્ષીય FedEx વર્કર ટાયર નિકોલ્સને ત્રણ મિનિટ સુધી ખરાબ રીતે માર્યો અને તેને અપશબ્દો કહ્યા હતા. નિકોલ્સના વકીલે હુમલાની સરખામણી 1991માં લોસ એન્જલસના મોટરચાલક રોડની કિંગના કુખ્યાત પોલીસ માર સાથે કરી હતી.
આ ફૂટેજમાં એક અધિકારીને એવું કહેતા સાંભળી શકાય છે કે હું તારા પર હુમલો કરવા જઈ રહ્યો છું. ત્યારે એક અધિકારી તેને પકડી લે છે અને બીજો તેને મારવા લાગે છે. જ્યારે અધિકારીઓ નિકોલ્સને કારમાંથી બહાર કાઢે છે, ત્યારે તે કહે છે કે તેણે કંઈ કર્યું નથી, પરંતુ અધિકારીઓના ગ્રુપે તેને જમીન પર ફેંકી દીધો હતો. પોલીસનું ગ્રુપ જોર જોરથી કહે છે નીચે બેસી જા, ત્યારે નિકોલસ પણ કારમાંથી બહાર આવી કહી છે કે હું જમીન પર છું, નીચે બેસી ગયો છે. છતાં પણ અધિકારીઓ કહે છે કે “હું તારું મોં તોડી નાખું તે પહેલાં તમારા હાથ તમારી પીઠ પાછળ રાખો.” નિકોલ્સે અધિકારીઓને કહ્યું કે હું માત્ર ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાહ જુઓ, હું કંઈ નથી કરી રહ્યો. આ પછી અધિકારીઓએ નિકોલસને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામ્યો.
નિકોલસના મૃત્યુ પછી વિરોધ
પોલીસ અધિકારીઓની મારપીટમાં ટાયર નિકોલ્સના મૃત્યુ પછી, તેના પરિવારે શાંતિપૂર્ણ વિરોધની અપીલ કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે એક-બે નહીં પરંતુ પાંચ અધિકારીઓએ તેને ખરાબ રીતે માર્યો હતો. મેમ્ફિસ પોલીસ ડાયરેક્ટર સેરેલિન ડેવિસે આ ઘટનાને જઘન્ય અને અમાનવીય ગણાવી હતી. તેઓએ કહ્યું કે અધિકારીઓ નિકોલ્સ પર અવિચારી ડ્રાઇવિંગનો આરોપ સાબિત કરવામાં અસમર્થ હતા, તેથી તેઓએ આવું કર્યું હતું.
જો બાઈડને આ ઘટનાની નિંદા કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટનાની નિંદા કરી છે. વ્હાઇટ હાઉસમાં બોલતા તેમણે શુક્રવારે કહ્યું હતું કે તેઓ હિંસાથી ખૂબ જ ચિંતિત છે. તેમણે આ ઘટના વિરુદ્ધ પ્રદર્શનને શાંતિપૂર્ણ રાખવા અપીલ કરી હતી.