આખા દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ઇન્દોર શર્ટર હાલ દુષિત પાણીને લઇને નાગરિકોના મોત થવાને કારણે ચર્ચામાં છે! ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં પણ દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો છે અને કેટલાક મૃત્યુ પણ થયા છે. કોર્પોરેશન દ્વારા નળ વાટે શહેરીજનોને પાણી પુરું પડાય છે! અને આ માટે નાગરિકો પાસેથી તગડો વેરો વસુલાય છે! અહીં સુરતનો અલગથી ઉલ્લેખ કરવો જરૂરી છે. કારણ બે દિવસ અગાઉ જ શહેરના સહારા દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર જોડાણોને બાયપાસ કરવાના ધાંધીયામાં પીવાના પાણીની લાઈન ગટરના ચેમ્બરમાંથી પસાર કરી દેવાઇ છે!
કોન્ટ્રાકટરોને ભરોસે આરામ ફરમાવતા મનપાના અધિકારીઓ ભૂતકાળમાં ગટરના ખુલ્લા ઢાંકણાને લીધે ચેમ્બરમાં ડૂબી ગયેલા બાળકને કારણે તપાસ દરમ્યાન અનેક ગેરકાયદેસર ગટર અને પાણીના જોડાણો નજરે પડ્યા હતા. પરંતુ તેમાંથી કશું જ મુક્ત હવા દરેક નાગરિકને મળવી જોઈએ, પણ બેશરમ, નફ્ફટ પ્રસાશન અને તેના અધિકારીઓને લીધે નાગરિકો મોતને ભેટી રહ્યા છે! આશ્ચર્યની વાત તો એ છે કે ભૂતકાળમાં સુરતને પણ ઇન્દોરની માફક જ અનેક સ્વચ્છતાના એવોર્ડ મળી ચૂક્યા છે, જે બે સાચે જ પ્રશ્નાર્થ ઊભા કરે છે!
સુરત – ભાર્ગવ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.