Charchapatra

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં કાળાબજાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી કબજે કર્યું પરંતુ તેથી વિરુધ્ધ યુપી બિહારે ગુજરાત કબજે કરી લીધું છે. ખેતીના મૂળ વિષય સાથે જોડાયેલા ઉત્તર ભારતીય (પરપ્રાંતિ) પ્રજાએ અદ્‌ભુત બુધ્ધિમત્તા તથા સખત પરિશ્રમના પ્રતાપે શાકભાજી, કાંદા, બટાકા, ટામેટા, આદુ, લસણના હોલસેલ માર્કેટ કબજે કરી લીધાં છે. સિંધી ભાઇઓએ ઓછા નફે બહોળા વેપારની નીતિથી ધંધો વિકસાવેલો ત્યારે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં આવી કાતિલ મોંઘવારી ન હતી. રાજસ્થાની ભાઇઓએ અનાજ, કરિયાણામાં પણ એટલી આંધળી લૂંટ નથી ચલાવી.

જયારે યુપી, બિહાર પરપ્રાંતિયો 100 ટકા થી 170 ટકાનો તગડો નફો લઇ આજે જીવનજરૂરી લીલોતરી બજાર તથા ફળફળાદિનાં બજારો કબજે કરી લાખોમાં રમતાં થઇ ગયાં છે. યુપી બિહારીઓની આંધળી લાલચ તથા અડધેથી અડધાની નફાખોર મનોવૃત્તિના પ્રતાપે એમણે ગુજરાતમાં બંગલાઓ બનાવ્યા. ફલેટો ખરીદ્યા, તેને ભાડે આપવા તથા લેવેચમાં પૈસા રોકી લગભગ ગુજરાતને કબજે કરવાની નજીક જઇ પહોંચ્યા છે. ગુજરાતી યુવક યુવતીઓ નોકરીના ચક્કરમાં આળસ વરતી નવરા બેઠા છે ત્યારે પરપ્રાંતિયો બૌદ્ધિક સ્તરે વિચારી સખત પરિશ્રમ કરી આપણા પર હાવી થવા જઇ રહ્યા છે. જાગ્યા ત્યારથી સવાર, કોણ ડામશે આવી સફેદ કાળાબજારી, શાણા કરે વિચાર.
સુરત              – અજ્ઞાત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top