મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણેય રાજ્યોમાં ભાજપનો જવંલત વિજય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જીતાયેલ હોઇ વર્ષ 2024ની દેશની સંસદીય ચૂંટણીમાં ભાજપની નરેન્દ્ર મોદીની જીત પાક્કી છે તેમ માનવાને કારણ ઊભું થયેલ છે. આ ત્રણેય રાજ્યોમાં નરેન્દ્ર મોદીની અણથક મહેનત કાબિલેદાદ જ ગણી શકાય. જે માટે તેઓ અભિનંદનને પાત્ર ગણી શકાય. આ ત્રણ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોથી કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનને ઘણી જ અસરો થયેલ છે અને અરસપરસ વિરોધો ઊભા થયેલ છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસની જાતિય આધારિતનો મુદ્દો નિષ્ફળ ગયો છે અને ભાજપનો રાષ્ટ્રવાદ અને વિકાસવાદનો મુદ્દો મજબૂત થઈને બહાર આવે છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપની થયેલ જીતથી વર્ષ 2024માં પુન: મોદીની આશાથી દેશના શેરબજારમાં આક્રમક તેજી ઊભી થઈ છે. શેર બજારના સેન્સેક્સમાં છેલ્લા દોઢ વર્ષનો સૌથી મોટો 1384 પોઇન્ટના ઉછાળા સાથે શેરબજાર 68000ની સપાટી કુદાવીને રેકોર્ડ 68865 સપાટીએ બંધ રહ્યો. અમેરિકામાં 55 ટકા, નાગરિકો, યુકેમાં 33 ટકા નાગરિકો, અને સનમાં 13 ટકા નાગરિકો શેરબજારમાં સક્રિય છે જ્યારે આપણા દેશમાં માત્ર ત્રણ ટકા જ નાગરિકો શેરબજારમાં સક્રિય એવા છતાં આટલી તેજી જોવા મળે છે જે દેશની નોંધપાત્ર આર્થિક પ્રગતિ મનાય છે.
દૈનિકના એક સમાચાર અન્વયે 1 વર્ષ 1991 પછીના 33 વર્ષમાં સેન્સેક્સ વિક્રમ એવો 59 ગણો વધેલ છે. દેશમાં રેવડી કલ્ચરના મનાતા પ્રણેતા આમ આદમી પાર્ટી (આપ)ના આ ત્રણેય રાજ્યોમાં કુલ 200 ઉમેદવારો ઊભા રહ્યા હતા. જેમાંના એક પણ ઉમેદવાર જીતી શકેલ નથી અને મોટા ભાગના ઉમેદવારોની ડીપોઝીટ પણ જપ્ત થયેલ છે, જેની નોંધ આપ પાર્ટીએ પણ લેવાની જરૂર છે. આપ પાર્ટી છત્તીસગઢમાં 0097 ટકા, મધ્યપ્રદેશમાં 0042 ટકા અને રાજસ્થાનમાં 0.37 ટકા મતો મેળવીને પોતાની મામૂલી હાજરી નોંધાવેલ છે.
આ ત્રણેય રાજ્યોની ચૂંટણી બાદ ભાજપ એ દેશનાં 12 રાજ્યોમાં અને કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં શાસક બોલે છે જે દેશમાં વધતો જતો ભાજપનો ડંકો છે. જે દેશની વર્ષ 2024ની સંસદીય ચૂંટણીમાં રામજન્મ સ્થાન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ ઘણો જ જોરથી ડંકો વાગવાનો છે અને દેશને ભારતીય સંસ્કૃતિના ઉપકારક અને જરૂરી વિયારળ રંગવામાં આવનાર છે જેની નોંધ દેશના સેક્યુલર પક્ષોએ લેવી જ રહી.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.