કાશ્મીર ખીણમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી અને સાથી કોંગ્રેસના બાહ્ય સમર્થનથી પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવ્યા પછી, કોઈને અપેક્ષા નહોતી કે નરેન્દ્ર મોદી સરકાર ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ સરકારને રાજ્યનો દરજ્જો આપશે. નેશનલ કોન્ફરન્સના વડા ડૉ. ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર જે તે સમયે મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. તેમના દ્વારા રાજ્યના મુદ્દા પર અને 5 ઓગસ્ટ, 2019 પહેલાં કલમ 370 પર યથાસ્થિતિ પરત લાવવાનાં લાંબાં વચનો આપ્યાં હોવા છતાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બંને પક્ષો વચ્ચે સંઘર્ષ થશે અને આ વિવાદાસ્પદ મુદ્દા પર કોઈ સરળ રસ્તો મળશે નહીં.
નેશનલ કોન્ફરન્સને ખીણમાં નિર્ણાયક જનાદેશ મળ્યો હતો, જેના કારણે મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી) અને ભાજપ બંનેનો પરાજય થયો હતો. આ શેર-એ-કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લાના વારસા પ્રત્યેના પ્રેમથી નહીં, પરંતુ ભાજપને મેદાનમાંથી દૂર રાખવા માટે સ્પષ્ટ કારણોસર અને પીડીપીને જમ્મુ અને કાશ્મીર, ખાસ કરીને કાશ્મીરને વર્તમાન પરિસ્થિતિમાં લાવવા બદલ સજા આપવા માટે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સાથે તેના ભાગીદાર તરીકે જોડાવાને કારણે લોકોના મનને યોગ્ય રીતે વાંચવા અને લોકોની લાગણીઓને સમજવા માટે ડૉ. અબ્દુલ્લાને અને તેમના પુત્ર, વર્તમાન મુખ્યમંત્રી, ઓમર અબ્દુલ્લાને, લોકોના તેમના પ્રત્યેના ખ્યાલને બદલવાના હેતુથી સ્પષ્ટ પરિવર્તન માટે શ્રેય જાય છે.
લોકોએ પિતા-પુત્રની જોડી, ખાસ કરીને ઓમર પર વિશ્વાસ કર્યો અને તેમને બે વિધાનસભા મતવિસ્તારમાંથી વિજયી બનાવ્યા. આ મહત્ત્વપૂર્ણ હતું, કારણ કે થોડા મહિના પહેલાં જ તેમને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કાશ્મીર, તેના હવામાનની જેમ, ક્યારેય રાજકીય આશ્ચર્ય ફેલાવવાથી પાછળ હટયું નથી અને દિલ્હી હંમેશા ગુપ્ત રીતે અથવા ખુલ્લેઆમ આવા આશ્ચર્ય ફેલાવતું રહ્યું છે. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને ચૂંટણી વચનો પૂરાં કરવાના મુદ્દા સાથે વ્યવહાર કરવા કરતાં વધુ મુશ્કેલ કંઈ ન હોઈ શકે. નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ અને આ મુદ્દા પર તેમને સત્તામાં લાવનારા લોકોની હતાશા સમજી શકાય તેવી હતી, કારણ કે ઓમર અબ્દુલ્લા સરકાર સતત બેવડાં સત્તાકેન્દ્રોના દબાણ હેઠળ રહી છે, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સત્તાના ટૂંકા ગાળા દરમિયાન લગામ સંભાળી હતી.
છેલ્લા એક દાયકાથી કેન્દ્રમાં સત્તા પર રહેલી અને પોતાના રાજકીય હરીફો સામે એક ઇંચ પણ હાર માની ન શકતી ભાજપની કાર્યપદ્ધતિને જોતાં, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે: ‘’જો રાજ્યને ભાજપના મુખ્યમંત્રીની જરૂર હોય, તો હું પદ છોડી દઈશ. ઓછામાં ઓછું જમ્મુ અને કાશ્મીરનાં લોકોને તેમનો રાજ્યનો દરજ્જો પાછો મળશે.
મેં એક અખબારમાં વાંચ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ ફરીથી યોજવી પડશે. તેમને તે કરવા દો, તેમને કોણ રોકી રહ્યું છે.’’ જનતાના દૃષ્ટિકોણથી આ મનોરંજક છે પણ મુખ્યમંત્રીના દૃષ્ટિકોણથી નિરાશાજનક છે. તે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે: શું મુખ્યમંત્રીએ હાર સ્વીકારી લીધી છે? શું તેઓ નેશનલ કોન્ફરન્સમાં તેમના સાથીદારોના દબાણમાં રહે છે અને જનતાએ યોગ્ય રીતે કે ખોટી રીતે, તેમના નબળા અભિગમ પર પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
મજાકમાં પણ, આવું નિવેદન લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે અને લોકોના આદેશને નબળો પાડે છે. ખાસ કરીને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા જેવા મુદ્દાઓ પર ઓછો પણ ભાજપને દૂર રાખવા માટે નેશનલ કોન્ફરન્સને લોકોનો મોટો ટેકો મળ્યો છે. અબ્દુલ્લાની માનસિક સ્થિતિ નક્કી કરનારાં પરિબળો છે; પ્રથમ, તેમના કટ્ટર હરીફ અને શ્રીનગરના પાર્ટી સાંસદ, આગા રુહુલ્લાહ મેહદી – એક યુવાન, ઊર્જાવાન અને પ્રભાવશાળી શિયા નેતાનો જાહેર વલણ, ખાસ કરીને ઓમર દ્વારા ભાજપના મુખ્યમંત્રી માટે રસ્તો બનાવવાના સંદર્ભમાં.
નિઃશંકપણે મેહદીએ અપેક્ષા કરતાં ઘણા વહેલા પોતાના નેતા સામે આકરી ટીકા શરૂ કરી દીધી હતી અને ક્યારેક અયોગ્ય પણ લાગતું હતું, પરંતુ કદાચ તેમણે વિચાર્યું કે રાજ્યનો દરજ્જો/કલમ 370ના મુદ્દા પર મૂક પ્રેક્ષક બનવાને બદલે જાહેર લાગણીઓ સાથે જોડાયેલા રહેવાનો આ એક સારો રસ્તો છે. તેમણે ઓમર અબ્દુલ્લાના આઘાતજનક નિવેદન પર પ્રતિક્રિયા આપવામાં કોઈ સમય ગુમાવ્યો નહીં અને તેમની પોતાની પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર પર રાજ્યનો દરજ્જો અને કલમ 370ની પુનઃસ્થાપના અંગેના ચૂંટણી પહેલાંના વચનથી પાછળ હટવાનો આરોપ મૂક્યો છે.
એક રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં, મેહદીને પૂછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી ખાસ દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે નહીં પરંતુ ભાજપને મુખ્યમંત્રી પદ આપીને અને ફક્ત રાજ્યનો દરજ્જો આપવાની વાત કરીને(કલમ 370) વ્યાવહારિક અભિગમ અપનાવી રહ્યા છે. તેમણે ઘણી વખત પોતાના પક્ષના મુખ્યમંત્રીના અભિગમનો વિરોધ કર્યો છે. મેહદીનો સંક્ષિપ્ત જવાબ હતો, ‘’જો આ વ્યાવહારિકતા હોય, તો આપણે ભાજપ અને તેના સાથી પક્ષોને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાની મંજૂરી આપીને વધુ વ્યાવહારિક બની શકીએ, કારણ કે ભાજપે પોતે જ વચન આપ્યું હતું કે તેઓ રાજ્યનો દરજ્જો આપશે.’’ દેખીતી રીતે, તેમણે ઓમર અબ્દુલ્લાના આશ્ચર્યજનક નિવેદન પછી લોકોના મનમાં શું ઉશ્કેરાઈ રહ્યું હશે તે સ્પષ્ટપણે વ્યક્ત કર્યું. ઉકેલ શાસક પક્ષ અને તેની સરકારમાં રહેલો છે, જે ક્યારેક અલગ અલગ દિશામાં કામ કરે છે, ખાસ કરીને જાહેર અને રાજકીય મહત્ત્વના મુદ્દાઓ પર, ખાસ કરીને જ્યારે તેઓ સીધી રીતે લોકોની લાગણીઓને અસર કરે છે.
કમનસીબે, નેશનલ કોન્ફરન્સ એટલી નિષ્ક્રિય બની ગઈ છે કે તેણે તેના રાજકીય હરીફોને પરિસ્થિતિનો લાભ લેવા માટે જગ્યા આપી દીધી છે તેમજ અમલદારશાહી ખામીઓને કારણે અન્ય વચનો પૂરાં કરવામાં સક્ષમ નથી. પ્રદર્શન માટે રસ્તા પર ઊતરવું એ દબાણ બાંધવાનો લોકશાહી માર્ગ છે -આ મામલામાં કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો માર્ગ.આ પાસું પાર્ટીના શબ્દકોષમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયું છે. બીજું પરિબળ, જે કદાચ ઓમરના મન પર ભારે પડી રહ્યું છે, તે બીજા રાજકીય મોરચાના અસ્તિત્વમાં આવવાનો હોઈ શકે છે. કાશ્મીરની રાજકીય પ્રયોગશાળામાં પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોન સાથે બીજો રાજકીય પ્રયોગ થવાનો છે, જે એક સમયે ભાજપના સાથી હતા અને ભાજપ-પીડીપી-પીપલ્સ કોન્ફરન્સ ગઠબંધન સરકારમાં મંત્રી હતા.
પીપલ્સ એલાયન્સ ફોર ચેન્જ(પીએસી) પાસે પીપલ્સ કોન્ફરન્સ ઉપરાંત, પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ, જેનું નેતૃત્વ અન્ય ભૂતપૂર્વ મંત્રી, હકીમ યાસીન કરે છે. જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ ફ્રન્ટ એક રાજકીય પક્ષ જે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી, જમ્મુ અને કાશ્મીરના એક જૂથ દ્વારા રચાયેલ છે, તેના સાથી છે. આ ત્રીજો મોરચો એન્જિનિયર રશીદની અવમ ઇત્તેહાદ પાર્ટી સાથે લોકસભા ચૂંટણીના પ્રયોગ પછી તરત જ આવ્યો છે, જેણે તિહાર જેલમાં રહીને બારામુલ્લા બેઠક જીતી હતી, પરંતુ ત્યાર બાદની વિધાનસભા ચૂંટણીઓમાં આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો, જેમાં એન્જિનિયરનો ભાઈ પરિવારના ગઢમાંથી એક માત્ર વિજેતા હતો.
પીએસી, જે સંપૂર્ણપણે કાશ્મીર ખીણ પર કેન્દ્રિત છે, તેણે હજુ સુધી તેનાં રાજકીય ધ્યેયો અને ઉદ્દેશો સ્પષ્ટ કર્યાં નથી. શું તે વૈકલ્પિક સરકાર બનાવવાની છે, જે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષમાં પક્ષપલટા વિના શક્ય નથી, કે પછી 28 સભ્યોના ભાજપનાં ધારાસભ્યોની ભાગીદારી, કે પછી રાજ્યનો દરજ્જો પાછો મેળવવા અને કલમ 370 પુનઃસ્થાપિત કરવા માટે મધ્યસત્ર ચૂંટણીઓની તૈયારી છે.
એ જોવાનું રસપ્રદ રહેશે કે શું પીએસી રાજ્યનો દરજ્જો પાછો મેળવવા માટે ભાજપ સાથે જોડાણ કરતી જોવા મળશે અને તે જ સમયે કેન્દ્ર પ્રત્યે નરમ વલણ રાખવા બદલ અબ્દુલ્લાને નિશાન બનાવશે. શું નજીકના ભવિષ્યમાં કાશ્મીરમાં ભાજપ-પીએસી ગઠબંધનની શક્યતા હોઈ શકે છે? આવી પરિસ્થિતિમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી કેવી પ્રતિક્રિયા આપશે? આ સંજોગોમાં, કોંગ્રેસ, જેણે જમ્મુમાં પોતાના ગઢ ભાજપ સામે ગુમાવ્યા છે અને કાશ્મીર ખીણમાં પણ ખરાબ સ્થિતિમાં છે, તેને ફક્ત પ્રેક્ષક બનીને સંતોષ માનવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.