વડોદરા : ચકલી સર્કલ પાસે જમવા માટે આવેલા ભાજપના કાર્યકર સહિત બે જણા પર વાહન પાર્ક કરવાની જૂની અદાવત પાર્થ પરીખ સહિતની ત્રિપૂટીએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ કારણે ભાજપના કાર્યકરનૂું મોત નિપજ્યું હતું.
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સુક્રુતી સોસાયટીમાં રહેતા અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર સચીન નવીનચંદ્ર ઠક્કર તેના આમોદથી આવેલા ભાઇ પ્રિતેશ સાથે 25 જુલાઇના રોજ રાત્રીના ચકલી સર્કલ સ્થિત આવેલી મીર્ચ મસાલા રેસ્ટોરન્ટ પર જમવા માટે ગયા હતા. ત્યાં પાર્થ બબલુ પરીખ સહિત અન્યે બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો.
સચિન ઠક્કર તથા તેના ભાઇ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન બેઝબોલની સ્ટીક વડે બંને ભાઇઓ પર જીવલેણ હુમલો કર્યો હતો માથા પર ઉપરાછાપરી ફટકા માર્યા હોવાથી સચિન ઠક્કર સ્થળ પર જ ઢળી પડ્યો હતો. પ્રિતેશને ગંભીર પણ ઇજાઓ પહોંચી હતી. ગોત્રી પોલીસને સ્થળ પર પહોંચીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનું ગુરુવારના રોજ મોત નિપજ્યું હતું. જેથી પોલીસે પાર્થ બાબુલ પરીખ, વસીમ ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી અને વિકાસ લોહાણા મળી ત્રિપૂટીની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે.
મૃતદેહનું પોસ્ટ મોર્ટમ SSGમાં કરાવાયુ
25 જુનાઇના રોજ રાત્રીના સમયે ભાજપના કાર્યકર સચિન ઠક્કર અને તેમાં આમોદથી આવેલા ભાઇ ત્રણ શખ્સોએ પર હુમલો કર્યો હતો. બંને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન ગુરુવારે સચિનનું મોત નિપજ્યું હતું. જોકે હુમલાખોર ત્રિપૂટીને પોલીસે ઝડપી પાડી છે. આગામી દિવસોમાં રિમાન્ડ માગવામાં આવશે. ગુરુવારે સચિન ઠક્કરના મૃતદેહનું સયાજી હોસ્પિટલાં પીએમ કરાવાયું હતું.
સુમિત ગુર્જર, પીઆઇ ગોત્રી પોલીસ સ્ટેશન
જો પોલીસે અરજી અંગે કાર્યવાહી કરી હોત તો સચિન ઠક્કર જીવતા હોત
ભાજપના સનિષ્ઠ કાર્યકર સચિના ઠક્કર પત્ની સાથે 9 જુલાઇના રોજ જમવા માટે ગયા હતા. તે દરમિયાન વાહન પાર્ક કરવા મુદ્દે પાર્થ પરીખે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન પણ તેણે ધમકી આપી હતી. જેના સંદર્ભે તેઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાર્થ પરીખ સહિત ત્રણ સામે અરજી આપી હતી. જોકે પોલીસ દ્વારા બેદરકારી દાખવાઈ હતી તેથી હિમ્મત ખુલી હતી અને 15 દિવસ બાદ ચકલી સર્કલ પાસે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી સચિનની પત્નીએ જો પોલીસે અરજીની તપાસ કરી હોત અને પાર્થ સામે પગલા ભર્યા હોત તો તેમના પતિ આજે જીવતા હોત તેવા આક્ષેપ કર્યા છે.
બેદરકારી દાખવનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
પાર્થ માથાબારેનો પુત્ર હોવાથી ક્યારે પણ રીશ દાખવી શકે છે જેથી પ્રિતેશ દિપક ઠક્કરે 9 જુલાઇના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાર્થ પરીખ સામે અરજી આપી હતી. પરંતુ અરજીની તપાસ કરનાર અધિકારી અ.પો.કો. પ્રવિણ ધુળાએ અરજી સંબંધ કોઇ કાર્યવાહી કરી ન હતી. ઈપીકો કલ 325,307,114 મુજબ તથા જી પી એક્ટ 135 મુજબનો ગુનો બન્યો હોવા છતાં બેદકારી દાખવનાર પ્રવિણ ધુળાને 27 જુલાઇના રોજ ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.