Gujarat

ગણેશ સુગરનો વહીવટ ભાજપે લઈ લેવો છે: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનો સીધો આક્ષેપ

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લાના કોંગ્રેસના (Congress) અને સહકારી ક્ષેત્રેના અગ્રણી સંદીપસિંહ માંગરોલા (Sandeep Singh Mangrola) સામે કેટલાક કેસો આગળ કરીને સંદીપસિંહ માંગરોલાની અટક કરવામાં આવી હતી. તેમજ કસ્ટડીમાં (Custody) મોકલી દેવાયા હતા. આ અંગે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ (Sukhram Rathva) મુદ્દા સહિતની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra patel) કરી છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ વિવિધ મુદ્દે ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે તંત્રો ભાજપના ઈશારે કામ કરે છે


તેમણે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં ગુજરાત સહકારી મંડળીના અધિનિયમ તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામાનો ઉલ્લેખ કરી વિવિધ મુદ્દાઓની છણાવટ કરી છે. જે મુજબ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયા ઉદ્યોગ સહકારી મંડળી વટારિયા જિલ્લા ભરૂચને ચુંટાયેલા સભ્યોની મુદત પૂરી થઈ જતાં સહકારી ધારાધોરણ મુજબ ચૂંટણી આપવી જોઈએ. પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ ભાજપની ગુજરાત સરકારને એવું જણાયું કે, ચૂંટણીમાં સંદીપસિંહ માંગરોલાની પેનલ જીતે તેવી સંભાવના છે. સાથે જ તેઓ આ સંસ્થા પર ભાજપનો કબજો થાય તેવી ઈચ્છા રાખી રહ્યા હોવાથી હવે સરકારી, સહકારી પોલીસ તંત્ર વગેરેનો દુરુપયોગ કરીને જાણે કે આ તમામ તંત્રો ભાજપના હોય એ મુજબ ભાજપના ઇશારે કામ કરી સંદીપસિંહ માંગરોલા પર ખોટા કેસ કરી તેમણે ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે.

સુખરામ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી

જે અંગે ખૂબ મુદ્દા સમક્ષ અને ગણેશ સુગરના સભાસદોના હિતમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ રજૂઆત કરી છે. સાથે જ હાઈકોર્ટે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ અંગે તેમણે 8 જેટલા પત્રોનો પણ ઉલ્લેખ કરી તેમજ તપાસ અહેવાલોનો પણ ઉલ્લેખ કરી સંદીપસિંહ માંગરોલા સામે જે આક્ષેપો કરવામાં આવેલા છે તેમાં વહીવટી ભૂલો દેખાડી સંદીપસિંહ માંગરોલાએ કોઈ ઉચાપત કરી હોય તેવું સાબિત કરી શક્યું નથી એમ જણાવ્યું હતું.

Most Popular

To Top