Charchapatra

ભાજપાને ઉખાડી ફેંકવા આપની હાકલ

વડોદરા: રાજ્યમાં યોજાયેલી પાલિકાઓની ચૂંટણીમાં સુરત ખાતે 27 બેઠકો મેળવી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીનું મધ્યગુજરાતના તમામ જીલ્લા, તાલુકા અને નગરપાલિકાઓના કાર્યકારોનું સંમેલન યોજાયું હતું.

જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે આગામી 2022ની વિધાનસભા માટે સંગઠન નિર્માણ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આપી ભાજપા સરકારને ઉખાડી ફેંકવા માટે દિવસ રાત એક કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

શહેરના સમા સાવલી રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા જોડો અભિયાન અને મધ્યગુજરાતના તમામ જીલ્લા,તાલુકા અને પાલિકાના કાર્યકારોનું સંમેલન  યોજાયું હતું. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી ગુજરાત સંસ્થાપક પ્રો.કિશોરભાઇ દેસાઇ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા, ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ ભેમભાઇ ચૌધરી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી  મનોજભાઇ સોરઠિયા, મધ્યગુજરાત સંગઠન મંત્રી પ્રો.અર્જુનભાઈ રાઠવા, મહિલા પ્રદેશ પ્રમુખ રીતુબેન બંસલ, C-YSS પ્રમુખ હર્ષિલ રોહિત, વડોદરા શહેર પ્રમુખ પ્રતિમા વ્યાસ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા.

મિશન 2022 આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવાના હેતુસર આયોજીત સદસ્યતા જોડો અભિયાન અને સંમેલનને પૂરા મધ્ય ગુજરાતમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. આમ આદમી પાર્ટીની રાજનીતિ અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારના શિક્ષણ, આરોગ્ય, મફત વિજળી-પાણી અને લોક ઉપયોગી કામોથી આકર્ષિત થયેલા અંદાજીત 50 થી વધુ પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના મહામંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ તેમના ટેકેદારો આ ઉપરાંત શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો, માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ અને મંત્રી તથા કેટલાક યુનિયન લીડર સાથે 800 જેટલા વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

જે તમામને ઉપસ્થિત પ્રદેશ અગ્રણીઓએ પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો.સંમેલનમાં હાજર કાર્યકરોને મિશન 2022ની વિધાનસભાની ચૂંટણી તેમજ સંગઠનના નિર્માણ માટે જરૂરી માર્ગદર્શન આપી દિવસ રાત એક કરી ગુજરાતમાંથી ભાજપ સરકારને હટાવવા કાર્યકરોને હાકલ કરી હતી.

આ અંગે માહિતી આપતા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીને મજબૂત અને મોટી કરવા માટે કાર્યકર્તાઓને જોડવા મધ્ય ગુજરાતનું ઝોન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ ઉત્તર ગુજરાત અને અમદાવાદ ઝોન સંમેલન પણ કરાયું હતું. સંમેલનોના માધ્યમથી પાર્ટી સાથે જોડાવા ઇચ્છતા નવા કાર્યકર્તાઓ નવા સાથીઓ નવા લોકોને જોડવાનો કાર્યક્રમ અગાઉ જે ચૂંટણી લડી ચૂક્યા છે તે તમામ સાથીઓને બિરદાવવા ઝોન સંમેલન થઈ રહ્યા છે.

રાજ્યમાં પાલિકાની ચૂંટણીની અંદર જે રીતે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ મળ્યો છે અને લોકોએ જે ભરોસો વ્યક્ત કર્યો છે તે એ દર્શાવે છે કે ગુજરાતની જનતા હવે ભાજપ કોંગ્રેસના વિકલ્પ સ્વરૂપે આમ આદમી પાર્ટીને વિધાનસભાની અંદર જોવા માંગે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top