National

કેશ ફોર ક્વેરી: મહુઆ મોઇત્રાની મુશકેલીઓ વધી, બીજેપી સાંસદે લગાવ્યા આ આરોપો

નવી દિલ્હી: પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના (Cash For Query) આરોપોનો સામનો કરી રહેલી તૃણમૂલ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપી (BJP) સાંસદ નિશિકાંત દુબેએ આ મામલાની ફરિયાદ લોકસભા (Loksabha) સ્પીકર ઓમ બિરલાને કરી હતી અને મહુઆ મોઇત્રા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલો લોકસભાની એથિક્સ કમિટીને મોકલવામાં આવ્યો હતો. હવે લોકસભામાંથી પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલે પ્રથમ બેઠકની તારીખ જાહેર થઈ છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અદાણી ગ્રુપ (Adani Group) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાનો સાધવા માટે તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. નિશિકાંત દુબેનું કહેવું છે કે વકીલ દેહદરાઈએ અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે મોઇત્રા અને બિઝનેસમેન દર્શન હિરાનંદાની વચ્ચે લાંચની લેવડદેવડના આવા પુરાવા શેર કર્યા છે જેને ફગાવી શકાય તેમ નથી. નિશિકાંત દુબેએ સ્પીકરને પત્ર લખીને ટીએમસી સાંસદ વિરુદ્ધ ‘કેશ ફોર ક્વેરી’ પુરાવા આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહદરાય દ્વારા આપવામાં આવ્યા છે. હવે આ કેસમાં સંસદની એથિક્સ કમિટીએ 26 ઓક્ટોબરે દુબે અને એડવોકેટ દેહદરાય બંનેને આરોપોના મૌખિક પુરાવા રજૂ કરવા માટે બોલાવ્યા છે.

સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટી ગુરુવારે એટલે કે 26 ઓક્ટોબરે તેની પ્રથમ બેઠક યોજવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંત દેહદરાય આ બેઠકમાં પોતાનું નિવેદન નોંધી શકે છે. તમને જણાવી દઈએ કે સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદમાં વકીલ દેહદરાય દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. બીજી તરફ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે તેમણે તૃણમૂલ સાંસદને સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા આપ્યા હતા. હિરાનંદાનીના જણાવ્યા અનુસાર, મોઇત્રાએ જાણીજોઇને ગૌતમ અદાણીને પીએમ મોદીની છબી ખરાબ કરવા અને તેમને અસ્વસ્થ બનાવવા માટે નિશાન બનાવ્યા હતા.

Most Popular

To Top