SURAT

કાનાણી નબળા નેતા-ભારે વિરોધ, વરાછા બેઠક માટે ભાજપમાં ભારે ઘમાસાણ

સુરત : ભાજપમાં (BJP) નિરક્ષકોએ સુરતની (Surat) 12 બેઠકો માટે સેન્સ લેવાની શરૂઆતના પ્રથમ દિવસે જ અતિ સંવેદનશીલ મનાતી વરાછા (Varachha) રોડની બેઠક માટે મજબુત દાવેદારોનો રાફડો ફાટતા ટીકીટ માટે ધમાસાણ મચી ગયુ છે. તેમજ એક બીજા દાવેદારો દ્વારા એકબીજા પર કાદવ ઉછાળવા સુધી વાત પહોંચતા માહોલ ગરમાયો છે.2017ની ચૂંટણીમાં ગુજરાતની સૌથી સંવેદનશીલ મનાતી વરાછા વિધાનસભા બેઠક પર ગત વખતે પાટીદાર આંદોલનના ભયથી માત્ર ત્રણ ચાર દાવેદારો હતા તેમાં પણ સીટિંગ ધારાસભ્ય કુમાર કાનાણી સિવાય કોઇ મોટો નેતા નહોતો.

મુકેશ કોઠીયાએ તો કાનાણીને સદંતર નિષ્ફળ ગણાવ્યા હતા
જો કે આ વખતે વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના મોટા નેતા અને ઉધોગપતિઓના સમર્થન સાથે દિનેશ નાવડીયાએ મજબુત દાવેદારી કરી છે સાથે સાથે વરાછા વિધાનસભાના દાવેદારોએ ભેગા થઈને વર્તમાન ધારાસભ્યનો વિરોધ કર્યો હતો. ચૂંટણી હારેલા 12માંથી 12 ઉમેદવારોએ કાનાણીનો વિરોધ કર્યો હતો. તેમાં પુર્વ કોર્પોરેટર મુકેશ કોઠીયાએ તો કાનાણીને સદંતર નિષ્ફળ ગણાવ્યા હતા અને કાનાણી વરાછા વિધાનસભાના મતદાર જ નથી અને તેઓ પોતાને જ મત આપી શકતા નથી.

વિધાનસભાની ટીકીટ વરાછા પાર્ટનું કામ કરતાં કાર્યકરોને જ આપવી જોઈએ
ઉત્તર વિધાનસભાના તેઓ મતદાર હોવાથી તેઓએ વરાછા નહીં પરંતુ ઉત્તર માં દાવેદારી કરવી જોઈએ. આ ઉપરાંત વરાછા વિધાનસભામાં અનેક જુના કાર્યકરો છે તેમાંથી ટિકિટ આપવા માટેની માંગણી નિરીક્ષકો સામે કરી હતી. આવું કહેતો વડીયો પણ વાયરલ થયો હતો. તેથી માહોલ ગરમાયો છે. જયારે કાનાણીએ પોતાનો વિરોધ કરનારાને જવાબ આપતા કહ્યુ હતું કે, વિધાનસભાની ટીકીટ વરાછા પાર્ટનું કામ કરતાં કાર્યકરોને જ આપવી જોઈએ. નહીં કે સમાજના કોઈ અગ્રણી કે ઉદ્યોગપતિને આપવી જોઈએ. ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણીઓ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે જેઓએ ભાજપ માટે કામ કર્યું નથી તેમને ટિકિટ ન આપવી જોઈએ.

ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવાનો પ્રયાસ : કામરેજ રોડની હોસ્ટેલને ફ્રી એફએસઆઇ
સુરત: વિધાનસભાની ચુંટણી પહેલા પાટીદારને રીઝવવા માટે ભાજપે વધુ એક પાસો નાંખીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત-કામરેજ રોડ પર બની રહેલા 13 માળના હોસ્ટેલ બિલેડીંગને પેઇડ એફએસઆઇના નાણા ચુંકવવામાંથી મુકિત આપવા સ્થાયી સમિતિની બેઠકમાં ઠરાવ કર્યો છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને રહેવા ઉપરાંત પુસ્તકાલય-વાંચનાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર જેવી સુવિધાઓ મળી રહે તે માટે સરથાણા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 13 માળનું હોસ્ટેલ બિલ્ડિંગ બની રહયુ છે.

સુરત મહાનગરપાલિકા સમક્ષ પણ આર્થિક ચેરિટી આપવાની માંગ
જેમાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમા મુકાશે અને હોસ્ટેલને સરદાર ભવન નામ અપાશે સુરતના પ્રવેશ દ્વાર ખાતે નિર્માણાધિન હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ ખર્ચમાં 5 મહિના પહેલાં જ સુરતના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે તેમની ગ્રાન્ટમાંથી 51 લાખનું અનુદાન જાહેર કર્યું હતું. હજારો વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી સાબિત થનાર આ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે સુરત મહાનગરપાલિકા સમક્ષ પણ આર્થિક ચેરિટી આપવાની માંગ ઉપસ્થિત થઇ હતી. જેથી મનપાએ ગગનચુંબી ઇમારતમાં ભરવા પાત્ર પેઇડ FSI પેટેની રકમની ચૂકવણીમાંથી રાહત આપવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top