Gujarat

તેલનાં ભાવમાં વધારો કરી ભાજપ ચુંટણી માટે ફંડ ભેગું કરે છે: કોંગ્રેસ

અમદાવાદ: રાજ્ય(State)માં ખાદ્યતેલ(edible oil) સીંગતેલ(Coconut oil), કપાસિયા તેલ(Cottonseed Oil) અને પામોલીન તેલ(Palmolein oil)ના ભાવો(Price) અસહ્ય વધી(Increased) રહ્યા છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ(BJP) પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશી(Dr. Manish Doshi)એ જણાવ્યું હતું કે, સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં લેતી નથી, ભાજપ સરકારને કરોડો રૂપિયા ચૂંટણી ફંડ ને લીધે તેલીયા રાજાઓ બેફામ ભાવ વસૂલવાનો પરવાનો આપ્યાનો આક્ષેપ કર્યો છે. તેલીયા રાજાઓ દ્વારા તેલના ભાવ વધારાઓ કરીને ચલાવવામાં આવતી લુંટના નાણાં કમલમ્ અને ગાંધીનગર સુધી ચુંટણી ફંડ પેટે પહોંચાડવામાં આવે છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ફંડ ભેગુ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ખાનગી સુચનાથી 200 તેલ મીલરોને 1-1 કરોડ કમલમ્ પહોંચાડીને 200 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાનું કાવતરૂં કર્યું છે, આમ, તેલના ભાવ વધારા પેટે નાગરીકોએ તેલ મીલરો મારફતે ભાજપને ચુંટણી ફંડ આપવું પડશે.

ગરીબો માટે તેલનું ટીપું દોહલું બન્‍યું: મનિષ દોશી
ભાજપ પર આક્ષેપ કરતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખાદ્યતેલ અને ખાદ્યાન્નના ભાવો દિનપ્રતિદિન વધતા જાય છે, તેલના ભાવો આસમાને છે ગરીબો માટે તેલનું ટીપું દોહલું બન્‍યું છે, રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા તેલીયા રાજાઓ અને તેલ અને અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કરીને કાળોબાર કરનારાઓ ઉપર કોઈ કડક પગલાં લેવામાં આવી નથી. તેમજ આવા તેલીયારાજાઓ અને સંગ્રહખોરોને સરકાર કે તંત્રની બીક પણ નથી તે સરકારે આપેલા આંકડાઓ પરથી જાહેર થાય છે. કેમ કે બે વર્ષમાં રાજ્યમાં માત્ર 70 દરોડાઓ જ પાડવામાં આવ્‍યા છે. બે વર્ષમાં રાજ્યના 12 જીલ્‍લામાં તો એકપણ દરોડો પાડવામાં આવ્‍યો નથી. આમ ભાજપ સરકારની મીઠી નજર હેઠળ તેલીયા રાજાઓ બેફામ બનીને કાળાબજારી અને કમરતોડ ભાવ વધારો કરીને નાગરીકોના ખિસ્સામાં રીતસરની લુંટ ચલાવી રહ્યા છે.

જરૂરીયાતની વસ્તુઓ પર જીએસટી લાદતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: મનિષ દોશી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા લોટ, દહીં, કઢોળ, અનાજ વગેરે જીવન જરૂરીયાતની વસ્તુઓ પર જીએસટી લાદવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. બીજી બાજું આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત ઘટવા છતાં ભાજપની કેન્દ્ર સરકારે એકસાઈઝ ડયુટીમાં સતત વધારો કરીને પેટ્રોલ, ડીઝલ, કિંમતો આસમાને પહોંચાડી દિધી છે અને દેશની જનતાના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયાની સીધી લૂંટ ચલાવી છે. ગેસ સીલીન્ડર જે 2014માં 414 રૂપિયા હતો તે 2022માં ભાજપ સરકારે 1050 રૂપિયા એટલે કે બમણો કરીને ગૃહણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.

Most Popular

To Top