National

દિલ્હીમાં કેજરીવાલનાં ઘરની બહાર ભાજપનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયા(Manish Sisodia)એ ટ્વિટ કરીને ભાજપ(BJP) પર મોટો આક્ષેપ કર્યો હતો. જેની સામે ભાજપે જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા દારૂ કૌભાંડમાં નંબર વન આરોપી છે. તમે ભ્રષ્ટાચારના રેકોર્ડ બનાવી રહ્યા છો. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે દિલ્હીના લોકોનો અવાજ ઉઠાવ્યો છે. જનતાનાં એક એક રૂપિયા વસૂલવામાં આવશે. કેજરીવાલ(Kejriwal)ના ઘમંડને લોકો તોડી નાખશે.

‘આપ’ની તિજોરી ભરનારને ટેન્ડર અપાયું
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા(Gaurav Bhatia)એ કહ્યું કે, AAPની તિજોરી ભરનારને જ ટેન્ડર આપવામાં આવ્યા છે. આવકની ખોટ કોણ ભરપાઈ કરશે, અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસેદિયા? ગૌરવ ભાટિયાએ કહ્યું કે ભાજપ તથ્યો સાથે વાત કરે છે. તેથી જ અરવિંદ કેજરીવાલ જેવા લોકો ધ્રૂજે છે. હું પુરાવા સાથે આવ્યો છું કે જે લોકોને રિટેલ કોન્ટ્રાક્ટ મળશે તેઓ લોટરી સિસ્ટમમાંથી પસાર થશે. જ્યારે લોટરી થશે, વધુ લોકો ભાગ લેશે, વધુ આવક થશે, પરંતુ શું થયું? આખું દિલ્હી કેટલાક ઝોનમાં વહેંચાયેલું હતું અને આવા 16 દારૂના વેપારીઓ કે જેઓ તેમની સાથે મળીને તેમને પૈસા આપતા હતા. તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

જેમના ઈરાદા ખોટા છે તેમને કોઈ શું કહે: ભાજપ
ગૌરવ ભાટિયાએ કહ્યું કે જેમના ઈરાદા ખોટા હતા તેમને કોઈ શું કહેશે. જેમને પ્રજાની સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે તેઓ પોતે જ બેઈમાન બન્યા છે. કેજરીવાલે લોકોને જવાબ આપવો પડશે. અમે દિલ્હીના લોકોનો અવાજ ઉઠાવ્યો છે. જનતાનાં એક એક રૂપિયા વસૂલવામાં આવશે. કેજરીવાલના ઘમંડને લોકો તોડી નાખશે.

કેજરીવાલના ઘરની બહાર બીજેપીનું જોરદાર વિરોધ
બીજી તરફ ભાજપના કાર્યકરો કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ જમા થઇ છે તેઓવિરોધ કરી રહ્યા છે. પોલીસે કહ્યું કે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સૂચના બાદ પણ ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને ભાજપ પર મોટો હુમલો કર્યો હતો. મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં જોડાવાની ઓફર મળી છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે કે AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરી દેશે. ભાજપને મારો જવાબ છે કે હું રાજપૂત મહારાણા પ્રતાપનો વંશજ છું. હું મારું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.

Most Popular

To Top