National

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત: નિતીન પટેલ, રુપાણીને સ્થાન મળ્યું, મેનકા-વરુણ ગાંધી બહાર

ભાજપે રાષ્ટ્રીય કારોબારીની નવી યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્થાન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કારોબારી (National Executive Committee) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, (PM Modi) વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો (Lalkrushna Advani) સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને કારોબારીમાં સ્થાન અપાયુ છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લિસ્ટ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય કારોબારીમાં 80 સભ્યો હોય છે અને પાર્ટીની અંદર અને બહાર કોઈ પણ નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તમામ રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓને કારોબારીમાં સામેલ કરાયા છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે 13 સદસ્યોનું સિલેક્શન કરાયુ છે. જેમાં છત્તીસગઢના ડો.રમન સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, બિહારથી રાધા મોહન સિંહ, ચંદીગઢથી સૌદાન સિંહ, ઓરિસ્સાથી બૈજયંત જય પાંડા, ઝારખંડથી રઘુવર રાસ, પશ્ચિમ બંગાળથી દિલીપ ઘોષ, ઉત્તર પ્રદેશથી બેબી રાની મૌર્યા, ગુજરાતથી ડો. ભારતીબેન શિયાળ, તેલંગણાથી ડીકે અરુણા, નાગાલેન્ડથી એમ ચુબા આઓ અને કેરળથી અબ્દુલ્લા કુટ્ટીને સામેલ કરાયા છે. 

ભાજપની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે વરુણને તેના બળવાખોર વલણ માટે સજા કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી વરુણ ખેડૂત મુદ્દે પોતાની સરકારને સકંજામાં મુકી રહ્યો છે. લખીમપુર ખીરી હિંસા બાદ વરુણનો બળવો વધુ દેખાતો ગયો. જ્યારે ભાજપના નેતાઓ દબાયેલી જીભથી પણ બોલવા તૈયાર ન હતા, વરુણ આ મામલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ લખી રહ્યો હતો. જેનું પરિણામ આજે જોવા મળ્યું હતું.

ગુજરાતમાંથી કોનો સમાવેશ કરાયો?

ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન શિયાળ અને વિશેષ આમંત્રિતોમાં રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે. ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બે દિવસ પહેલાં જ નાણા વગરનો નાથિયો.. આ શબ્દ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે આજે તેમને સમિતિમાં સ્થાન મળતા નીતિન પટેલ અને વિજય રૂપાણીને હાશકારો થયો છે.

Most Popular

To Top