નવી દિલ્હી : બીજેપી સાંસદ (BJP MP) કુવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલે (kuvar Pushpendrasingh Chandele) ભારતની ભૂમિ સાતે બે રાજ્યો સાથે જોડાયેલા બુંદેલખંડનો (Bundel Khand) હિસ્સો અલગ કરી એક અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે અપીલ કરી હતી આ આપીલ તેઓએ સોમવારે વિધાનસભામાં (Assembly) કરી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે બુંદેલખંડને માત્ર એક જમીનનો ટુકડો સમજવાની જરૂર નથી અને તેને નવું રાજ્ય બનવાવા માટે હિમાયત કરી રહ્યો છું. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ અને રાજ્યોની ભૂમિને અડેલું બુંદેલખંડના વિવિધ જિલ્લાઓને અલગ કરી દેવા જોઈએ અને ત્યારબાદ તેને એક નવું રાજ્ય બનાવી દેવાની ઘોષણા કરી દેવી જોઈએ. આ માંગ દાયકા જૂની છે જોકે તેની ઉપર અમલ કરવામાં આવ્યો નથી. અને હવે ઉત્તરપ્રદેશના હમીપૂર લોકસભા ક્ષેત્રથી બીજેપી સાંસદ કુવર પુષ્પેન્દ્ર સિંહ ચંડેલે કરી હતી.
- બીજેપી સાંસદ ચંદેલે બુંદેલખંડને અલગ રાજ્ય બનાવવાની અપીલ કરી
- વિધાન સભામાં કહ્યું બુંદેલખંડના જિલ્લાઓને અલગ કરી એક નવું રાજ્ય બનવો
- આ માંગ દાયકા જૂની છે જોકે તેની ઉપર અમલ કરવામાં આવ્યો નથી
બુંદેલખંડ વિશે આવું સંબોધન કર્યું હતું
બુંદેલખંડ એક વિશેષ પ્રકારનો વિસ્તાર છે તેવું ચંડેલે સોમવારે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું, વધુમાં તેમણે કહ્યું હતું કે, બે રાજ્યો સાથે જોડાયેલા બુંદેલખંડના ભાગોને અલગ કરીને નવા બુંદેલખંડ રાજ્યની રચનાની માંગ કરતા કહ્યું કે બુંદેલખંડ એક ખાસ પ્રકારનો પ્રદેશ છે જેની પોતાની અલગ સંસ્કૃતિ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બુંદેલખંડને માત્ર જમીનનો ટુકડો સમજવાને બદલે તેને નવું રાજ્ય બનાવવું જોઈએ. અલગ રાજ્યની માંગનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આશય મુજબ આ પ્રદેશના વિકાસ માટે બુંદેલખંડને અલગ રાજ્ય બનાવવું જોઈએ, જેથી સજીવ ખેતી, રોજગાર, પર્યટન, સંસ્કૃતિનો વિકાસ થાય. અને તે વિસ્તારમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાય છે.
બુંદેલખંડને યોજનાઓનો મહત્તમ લાભ મળી રહ્યો છે
બીજેપી સાંસદે બુંદેલખંડમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યો છે એક્સપ્રેસ વે બની રહ્યો છે રિવર લિન્કિંગ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. , સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમણે કહ્યું કે મહત્વાકાંક્ષી ક્ષેત્રમાં સામેલ થવાને કારણે બુંદેલખંડને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહ્યો છે. આ માટે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના આભારી છે પરંતુ સાથે જ તમામ સમસ્યાઓ અને માંગણીઓનો ઉલ્લેખ કરીને તેમણે નવા રાજ્ય બુંદેલખંડની રચનાની માંગ પણ કરી હતી.