ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ શુક્રવારે તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વ્યારા નગરના ટાઉન હોલ ખાતે સૌ નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથેની પરિચય બેઠકમાં યુવા મોર્ચાના કાર્યકર્તાઓનાં “સેવા હી સંઘઠન”ના સુત્ર સાથે જે કોરોના કાળ દરમ્યાન રક્તદાન સાથે વૃક્ષારોપણનાં ભગીરથી કાર્યને વિરદાવી, જિલ્લાના તમામ લોકોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવાના કાર્ય માટે હાંકલ કરી હતી.
આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ સૌ યુવા કાર્યકર્તાઓને એકજૂટ થઇ તાપી જિલ્લાની તમામ બેઠક કબજે કરવા માટેના આજથી જ કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ પરિચય બેઠકમાં તાપી જિલ્લા સંગઠન પ્રભારી અશોક ધોરાજિયા, તાપી જિલ્લા સંગઠન પ્રમુખ જયરામ ગામીત, તાપી જિલ્લા મહામંત્રી વિકમ તરસાડિયા, મહામંત્રી પકજ ચૌધરી તેમજ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સૂરજ દેસાઈ, તાપી જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ વિરલ કોંકણી હાજર રહી તમામ યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.