જાંબુઘોડા/વડોદરા : પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 7 મહિલા સિહત 26 જેટલા નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે.જેમાં 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં LCBએ દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા.આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે.
આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કેબઝડપાયેલા 26 પૈકી એક ધારાસભ્ય છે. આ ધારાસભ્ય ભાજપની માતર બેઠકના કેસરીસિંહ છે.આ તમામ લોકો જુગારની સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.તો એવું પણ જાણવા મળ્યું છે કે, રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈન થી યુવતીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.પોલીસે હાલ લાખોને મુદ્દામાસ જપ્ત કર્યો છે અને નબીરોઓની ધરપકડ કરી છે.હાલ ઘટના સ્થળે પાવાગઢ પોલીસ સહિત LCBની ટીમ પણ પણ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે પંચમહાલ જીલ્લા એસપી. લીના પાટીલએ આ બાબતને સમર્થન આપ્યું હતું.આ સમગ્ર મામલે ધારાસભ્ય સિવાય અન્ય 14 લોકો કોણ છે.
તેમાં ભાજપના કોઈ મોટા માથા છે કે કેમ તે પોલીસની તપાસમાં બહાર આવશે. પરંતુ હાલ ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ આ રીતે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે.પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં LCB એ દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે.આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે.એવું પણ જાણવા મળ્યું છે કે રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.પોલીસે હાલ લાખોને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને નબીરોઓની ધરપકડ કરી છે. હાલ ઘટના સ્થળે પાવાગઢ પોલીસ સહિત LCB ની ટીમ પણ પણ જ ગોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને જોઇ દારૂ-જુગારની પાર્ટી માણી રહેલા શખ્સો ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં શામેલ લોકોની પુછપરછ કરતા તેમાં માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હોવાનુ સામે આવ્યું હતુ. કેસરીસિંહ સહિત 21 લોકોની અટકાયત કરી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.