આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) રાજ્યની મુલાકાતે છે. રવિવારે તેમણે કોકરાઝારમાં ‘વિજય સંકલ્પ સમાવેસ’ રેલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, બોડો શાંતિ કરાર સાથે વડા પ્રધાને સંદેશ આપ્યો હતો કે ઉત્તર પૂર્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં વાટાઘાટો કરો અને શાંતિનો માર્ગ મોકળો કરો. કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં આસામમાં જે વિકાસ થયો છે તે છેલ્લા 70 વર્ષોમાં બન્યો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યને ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને આતંકવાદ મુક્ત માત્ર ભાજપ સરકાર જ બનાવી શકે છે.

- અમિત શાહે કાર્યક્ર્મમાં જણાવ્યુ હતું કે અમે બોડો ભાષાનું સન્માન કરવાનું વચન આપ્યું છે. આસામ સરકારે બોડો ભાષાને રાજ્યની સહ-સત્તાવાર ભાષાનો દરજ્જો આપીને વર્ષો જૂની માંગ પૂરી કરી છે.બોડો માધ્યમ શાળાઓ ખોલવા માટે એક અલગ ડાયરેક્ટર કચેરીની સ્થાપના કરવામાં આવી છે.
- તેમણે વધુમાં ઉમેર્યું કે અમે બોડો જનજાતિ, સંસ્કૃતિ, બોડો ભાષાના દરેક હકનું પણ રક્ષણ કરીશું, અમે તેને પ્રોત્સાહન આપીશું અને તેને આગળ પણ વધારીશું.જો તમે આસામને ભ્રષ્ટાચાર મુક્ત, ઘુસણખોર મુક્ત, આતંકવાદ મુક્ત અને પ્રદૂષણ મુક્ત બનાવવા માંગતા હો, તો માત્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર રચો.આસામમાં એનડીએ સરકારની આગામી ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવો અને બોડો લેન્ડના વિકાસની ખાતરી કરો.કોંગ્રેસ પાર્ટી વર્ષોથી આસામનું લોહી ચૂસતી રહી છે. વિવિધ આંદોલન કરાવતી રહી છે. છેલ્લા 5 વર્ષમાં અસમનો વિકાસ થયો હતો. જે છેલ્લા 70 વર્ષોમાં બન્યો નથી. અસમિયા – નોન આસામી, બોડો – એવા લોકોને ઓળખો કે જેઓ બિન બોડો છે. આ લોકો રાજકીય રોટલા શેકવા માટે બધુ કરાવે છે.
- કાર્યક્ર્મમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે મને એ જાહેરાત કરીને ખૂબ જ આનંદ થાય છે કે ફક્ત બોડો ક્ષેત્રના રોડ નેટવર્ક માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રોડ નેટવર્ક સમગ્ર બોડો વિસ્તારને વિકાસના માર્ગ પર લઈ જશે.અમે બોડો ભાષાનું સન્માન કરવાનું વચન આપ્યું છે. આસામની સરકારે બોડો ભાષાને આસામની સહ-રાજ્ય ભાષાનો દરજ્જો આપીને આજે જૂની યુગની માંગને સમાપ્ત કરી દીધી છે.