પટના: બિહાર(Bihar)ના બીજેપી(BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી(Sushil Modi)એ નીતિશ કુમાર(Nitish kumar) પર મોટો આરોપ(Accusation) લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જેડીયુ(JDU)ના ઘણા નેતાઓ ભાજપ પાસે આવ્યા હતા તેમણે કહ્યું કે તમે નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવો અને બિહારમાં તમે શાસન કરો. પરંતુ ભાજપે આવું ન કર્યું, કારણ કે ભાજપ પાસે પોતાનો ઉમેદવાર હતો. આ કારણે નીતીશ કુમારે ભાજપ સાથે દગો કર્યો છે.
નીતિશ કુમાર ગમે ત્યારે તેજસ્વી યાદવને દગો આપી શકે છે: સુશીલ મોદી
ભાજપે નીતિશને પાંચ વખત સીએમ બનાવ્યા, નીતીશ અને ભાજપ વચ્ચે 17 વર્ષનો સંબંધ હતો, જે નીતિશે તોડી નાખ્યો. 2020માં નીતિશને નીતીશ કુમારના નામે નહીં પણ નરેન્દ્ર મોદીના નામે વોટ મળ્યા હતા. નીતિશનું આ પગલું 30% સૌથી પછાત લોકોનું અપમાન છે. તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ જામીન પર બહાર છે. નીતિશ કુમાર ગમે ત્યારે તેજસ્વી યાદવને દગો આપી શકે છે.
પટનામાં ભાજપે કર્યો વિરોધ
નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ ભાજપના શુશીલ મોદી સિવાય બીજેપીના અન્ય નેતાઓએ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટ્યા બાદ આજે પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરો અને નેતાઓએ ‘નીતીશ કુમાર મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. આ વિરોધમાં પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદ પણ સામેલ થયા હતા.
“બિહારના લોકો માટે સારું થયું છે” – રાબડી દેવીએ શપથ ગ્રહણ સમારોહ પછી કહ્યું
બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે બિહારના લોકો માટે ઘણું સારું થયું છે. હું લોકોનો આભાર માનું છું. દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેજસ્વી યાદવે માતા રાવડીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન રાવડી ખૂબ જ ખુશ દેખાતા હતા.
નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી બન્યા
JDU નેતા નીતિશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી(CM) તરીકે શપથ લીધા છે. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવેબિહારના નાયબ મુખ્યમંત્રી(Deputy) તરીકે શપથ લીધા છે. 8મી વખત બિહારના સીએમ બન્યા બાદ નીતિશ કુમારે પીએમ મોદી(Pm Modi) પર જોરદાર પ્રહારો કર્યા છે. નીતિશ કુમારે કહ્યું કે આપણે જીવીએ કે ન જીવીએ, મોદી 2024માં નહીં આવે. જેઓ 2014માં જે આવ્યા હતા તેઓ 2024માં નહીં રહે.