નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં (Jaunpur) અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત (Death) નીપજ્યું હતું. હાલ તેઓ ભાજપના (BJP) પ્રદેશ મહામંત્રી હતા. તેમજ ઘટના ઘટતા જ આસ પાસના વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતી. તેમજ લોકોમાં નાસ ભાગ થઇ ગઇ હતી.
ઘટના આજે સવારે બની હતી. તેમજ આ ઘટના બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર ટર્ન પાસે બની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. હાલ આ કેસમાં હજુ સુધી કોઈની સામે આરોપો ઘડવામાં આવ્યા નથી. તેમજ પોલીસે તપાસ ઘટણાની તપાસ હાથ ધરી છે.
જણાવી દઇયે કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમજ તેઓ ચૂંટણીમાં સપાના ઉમેદવાર પારસ નાથ યાદવ મલ્હાનીથી જીત્યા હતા. જ્યારે બાહુબલી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહ બીજા ક્રમે રહી હતી.
પ્રમોદ યાદવની હત્યા કેસમાં પોલીસ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. જેના માટે તેઓ નિયમિતપણે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે અને પ્રત્યક્ષદર્શીઓની શોધ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના જૌનપુરના બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર ટર્નમાં બની હતી. જ્યાં બદમાશોએ બીજેપી નેતા પ્રમોદ યાદવને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી છે. તેમજ પોલીસે બદમાશોની શોધખોળ શરૂ કરી છે. આ સાથે જ ઘટનાની જાણ થતાં પોલીસ અધિક્ષક ડૉ.અજય પાલ શર્મા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે પ્રમોદ યાદવ પોતાના વાહનમાં ઘરેથી નીકળ્યા કે તરત જ બદમાશોએ તેમને ગોળી મારીને ભાગી ગયા હતા.
સમગ્ર મામલે પોલીસ અધિક્ષક અજય પાલ શર્માએ કહ્યું કે આ ઘટનાનું કારણ પરસ્પર દુશ્મની હોઈ શકે છે, આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી રહી છે. તેણે કહ્યું કે 2 બાઈક પર 3 હુમલાખોરો હતા. જેમાંથી 2 એક પર હતા અને એક વ્યક્તિ એકલો હતો.
જૌનપુર હાલમાં શા માટે હેડલાઇન્સમાં હતું?
પૂર્વાંચલનો જૌનપુર જિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતો. વાસ્તવમાં તેનું કારણ જૌનપુરના ભૂતપૂર્વ સાંસદ ધનંજય સિંહ હતા. જૌનપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય અદાલતે બુધવારે પૂર્વ સાંસદ ધનંજય સિંહ અને તેમના એક સહયોગીને અપહરણ અને ખંડણીના કેસમાં સાત વર્ષની જેલ અને દંડની સજા સંભળાવી હતી. આ સજા બાદ ધનંજય આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. તેમજ સજાની જાહેરાત થતાં જ કોર્ટ પરિસરમાં એકઠા થયેલા ધનંજય સિંહના તમામ સમર્થકો નિરાશ થઈ ગયા હતા.