રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં જોડાવવા મામલે અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડવા માટે આમંત્રણ પણ આપી ચુકી છે. આ મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ સમાજને પૂછીને આ મામલે નિર્ણય લેશે. જો કે હવે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે ભાજપના નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે.તેઓએ નરેશ પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સમાજના નામે રાજકારણ બંધ કરો. નરેશ પટેલ સમાજને પૂછીને રાજકારણમાં આવવાની વાત કરે છે તો નરેશ પટેલ સ્પષ્ટ કરે, સમાજ એટલે કોણ ? સાથે જ વધુમાં એમ પણ જણાવ્યું કે જો નરેશ પટેલ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે.
નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? : દિલીપ સંઘાણી
રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવતા દિલીપ સંઘાણીએ કર્યા સવાલ, નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છે. આખા ગુજરાતમાંથી આગેવાનોને બોલાવી બેઠક કરશે.
નરેશ પટેલ હોળી બાદ કરશે જાહેરાત
નરેશ પટેલે દિલ્હીની મુલાકાત લીધી હતી. આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ એક નિવેદન આપતા કહ્યું હતું કે રાજકારણ અંગે મારો સમાજ મને આદેશ કરશે, અને હું સમાજને પૂછીને જ નિર્ણય કરીશ. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવવા માટે 20થી 30 માર્ચની વચ્ચે નિર્ણય જાહેર કરશે.જાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે.