કેન્દ્રમાં ભાજપની સરકાર બે સાથી પક્ષોના ટેકે ચાલે છે. એક છે જેડીયુ અને બીજો છે ટીડીપી. બેમાંથી જેડીયુ-ભાજપ સબંધોમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. નીતીશકુમાર એનડીએનો સાથે છોડે છે અને પાછા એમાં આવે છે. આવું એકથી વધુ વાર બન્યું છે. પણ ભાજપ નીતીશને મોટા ભાઈ ગણી મુખ્યમંત્રી બનાવે છે પણ આવું ક્યાં સુધી ચાલશે એ કહેવું મુશ્કેલ છે કારણે કે, ભાજપ જેડીયુના ખભા પર બેસી બિહારમાં મજબૂત બન્યો છે અને દેશનાં અન્ય રાજ્યોમાં જેડીયુને મજબૂત બનવા દેતો નથી અને જેડીયુ કોઈક પ્રયત્ન કરે તો ભાજપ એને ફાવવા દેતો નથી. તાજું ઉદાહરણ મણીપુરનું છે. મણીપુર જેડીયુના અધ્યક્ષે રાજ્યપાલને પત્ર લખી ભાજપ સરકારને ટેકો પાછો ખેંચ્યો અને હોબાળો મચ્યો અને એ વકરે એ પહેલાં જેડીયુ દ્વારા એમના જ પ્રદેશ પ્રમુખને કાઢી મૂક્યા છે અને ભાજપ સરકારને ટેકો ચાલુ રાખ્યો છે એવો ખુલાસો કરવો પડ્યો છે.
નીતીશ અને ભાજપના સબંધોમાં બદલાવ આવતા રહ્યા છે. નીતીશ એક સમયે મોદીનાં કટ્ટર વિરોધી હતા અને આજે બંને સાથે છે. એમાં નીતીશની રાજકીય મજ્બૂરી પણ છે. કારણ કે, નીતીશ બિહારમાં પહેલાં જેટલા મજબૂત હતા એટલા અત્યારે નથી. એમનું સંખ્યાબળ તો ઓછું થયું જ છે પણ સુશાસન બાબુની ઈમેજ ખરડાઈ છે. ભાજપ છોડવો અને લાલુ યાદવ સાથે જવું અને ફરી ભાજપ સાથે હાથ મિલાવવા…આ કારણે નીતીશની આબરૂ ઘટી જ છે અને એમાં હમણાં જ લાલુ યાદવે ફરી ઓફર કરી તો નીતીશે એ નકારી કાઢી અને એ હવે કહેતા રહે છે કે, હવે ક્યાંય જવાનું નથી. ભાજપ આ વેળા પણ એના વડપણમાં જ ચૂંટણી લડવાના છે પણ એ મુદે્ ભાજપમાં મતભેદો છે. વચ્ચે એ મુદે્ ચર્ચાઓ પણ શરૂ થઈ હતી.
આ બધામાં જેડીયુના મણીપુર એકમે ધડાકો કર્યો. ત્યાંના જેડીયુના પ્રમુખ વીરેન્દ્રસિંહે રાજ્યપાલને પત્ર લખી ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો અને એના એક સભ્યને વિપક્ષ સાથે બેસવા સૂચના આપી. ૬૦ વિધાનસભા બેઠકો ધરાવતા મણીપુરમાં આમ તો ૩૨ બેઠકો સાથે ભાજપને બહુમતી છે પણ બે વર્ષથી ત્યાં બે સમાજ વચ્ચેની હિંસાની લડાઈ ચાલે છે અને એ અટકાવવામાં ભાજપના મુખ્યમંત્રી એન બીરેનસિંહ નિષ્ફળ ગયા છે.
એમને હટાવવા માટે માગણીઓ થતી રહે છે અને ભાજપે થોડા દિવસો પહેલાં એ મુદે્ નિર્ણય લેવાનું નક્કી કરી નાખ્યું હતું પણ પછી બીરેનસિંહને જીવતદાન અપાઈ ગયું. પણ હિંસા ચાલુ છે અને એ મુદે્ વિપક્ષ તો નારાજ છે જ. ભાજપમાં પણ નારાજગી છે અને સાથી પક્ષ જેડીયુ પણ નારાજ છે. એના છ ધારાસભ્યો છે અને એમાંથી પાંચ ધારાસભ્યોને તો ભાજપે અંકે કરી લીધા અને એ મુદે્ વિવાદ થયો હતો. જેડીયુએ નારાજગી વ્યક્ત કરેલી. અગાઉ આવું જ અરુણાચલમાં પણ બન્યું હતું.
જો કે, મણીપુરમાં જેડીયુનાં પાંચ સભ્યોની લાયકાત મુદે્નો કેસ સ્પીકર પાસે પેન્ડીંગ છે. પણ એક વાત નક્કી છે કે, બિહારમાં તો જેડીયુ નબળો પડ્યો જ છે અને બાકીનાં રાજ્યમાં ભાજપ એક સાથે તરીકે જેડીયુ=ને મજબૂત બનવા દેતા નથી. દિલ્હીમાં ગઈ ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠક આપી હતી. એનું કારણ એ હતું કે, બિહારીઓ મોટી સંખ્યામાં દિલ્હીમાં કામ અર્થે વસે છે. પણ જેડીયુ એક જ બેઠક જીત્યો હતો અને આ વેળા દિલ્હીમાં ભાજપે જેડીયુને એક પણ બેઠક આપવાની ના પાડી દીધી છે.
આનાથી જેડીયુ નારાજ છે. પણ કરે તો કરે શું? અત્યારે જેડીયુ ભાવતાલ કરવાની સ્થિતિમાં નથી. લાલુ યાદવ સાથે પણ જઈ શકે એમ નથી કારણ કે એમ કર્યું તો નીતીશની રહીસહી આબરૂ પણ જવાની. ભાજપ સાથે રહેવું એમની મજબૂરી છે. રાજકીય અસ્તિત્વનો સવાલ છે અને એટલે જ મણીપુરમાં જે બન્યું એ વાત પાછી વાળી લેવાનો પ્રયત્ન જેડીયુએ કર્યો છે. લાગે છે કે, આ વર્ષના અંત ભાગમાં બિહારની ચૂંટણીમાં પણ નીતીશ અને જેડીયુ નબળા પડી શકે છે અને એનો ફાયદો ભાજપ ઉઠાવી લેવામાં માહેર છે.
ગુજરાતમાં પાલિકાની ચૂંટણી
ગુજરાતમાં ૬૬ નગરપાલિકાઓ અને જુનાગઢ મહાપાલિકાની ચૂંટણીઓ આવતા મહિને થવાની છે. ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે આ ચૂંટણી થવાની છે. પંચાયતોની ચૂંટણી જાહેર થઇ નથી અને ચૂંટણી પંચે એવું બહાનું આપ્યું છે કે એમાં ઓબીસી મુદે્ હમણાં જ અહેવાલ મળ્યો એટલે તૈયારી થઇ નથી. એક પ્રકારે પંચાયતની ચૂંટણી ટાળવામાં આવી છે. પણ ગુજરાતમાં ઓબીસી મુદે્ ભાજપની નાની તો નાની કસોટી થવાની છે. કારણ કે, ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ તોડવા માટે ઓબીસીને મહત્ત્વ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી હતી. એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ઓબીસીના ૪૦ ટકા મતને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું અને દિલ્હી ગયા બાદ આખા રાષ્ટ્રમાં એ નીતિ અપનાવાઈ અને એ નીતિ ભાજપને ફળી છે.
નગરપાલિકાઓમાં ૨૭ ટકા અનમાત સાથે પહેલી વાર ચૂંટણી થવાની છે એટલે ભાજપ એનો પૂરો ફાયદો ઉઠાવે એ સ્વાભાવિક છે. એ પહેલાં ભાજપ કદાચ ભાજપનાં રાજ્ય પ્રમુખ અને શહેર – જિલ્લા પ્રમુખોનાં નવાં નામ પણ જાહેર કરી દે એવી શક્યતા પણ છે કે પછી આ ચૂંટણીઓ પછી જાહેરાત થશે? અને હા, આ ચૂંટણીઓમાં આપ અને કોંગ્રેસ કેવો દેખાવ કરી શકે છે એ પણ જોવાનું છે. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત ભાજપમાં જે આંતરિક અસંતોષ છે કે નહિ અને એનું નુકસાન થાય છે કે નહિ પણ એ મહત્ત્વનું બનવાનું છે. જુનાગઢ મહાપાલિકામાં પણ કેટલીક સમસ્યાઓ છે. અહીં ભાજપ સત્તા ટકાવી રાખશે એવું તો લાગે છે. પણ એમનું સંખ્યાબળ ઘટશે કેટલું એનો જવાબ મળશે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.