Gujarat

ભાજપએ કોઈ પરિવારની નહીં પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે: મુખ્યમંત્રી

AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં, પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે. બુથનો ઇન્ચાર્જ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. તેવી વ્યવસ્થા માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, તેવું આજે અમદાવાદના કાંકરિયા ખાતે યોજાયેલા સમર્પણ સંકલ્પ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( જણાવ્યું હતું .


અમદાવાદના કાંકરિયા ખાતે યોજાયેલા સમર્પણ સંકલ્પ કાર્યક્રમમાં મનપાના 192 ઉમેદવારોને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ( C R PATIL) મુખ્યમંત્રી વિજય રૂપાણીની ( VIJAY RUPANI) હાજરીમાં સમર્પણનો સંકલ્પ લેવડાવ્યો હતો. જ્યારે અન્ય મનપા અને તાલુકા જિલ્લા સ્તરે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.


આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય રાજનીતિમાં ખૂબ ઓછા લોકનેતાઓએ સમાજને નવી રીતિ-નીતિ અને નવી દ્રષ્ટિ આપી છે, પંડિત દીનદયાળજી એમાના એક છે. સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકીંગના મંત્રને અનુસરનારા પંડિત દીનદયાળજીએ ભારતીય જનતા પાર્ટીને આગવુ નેતૃત્વ પુરૂ પાડ્યું હતું. ભાજપાનો વૈચારિક પિંડ ઘડી આપ્યો હતો.


રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એ સત્તા મેળવવાનો પ્રસંગ નહીં, પરંતુ સમાજમાં અંત્યોદય થાય, જનસામાન્યની સેવા થાય તે માટેનો અવસર છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરો સમક્ષ જણાવ્યું કે, દેશ અને દુનિયાની સૌથી મોટી પાર્ટી- ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતની જનતાની સેવાના સંકલ્પને આગળ વધારવા માટે અહીં સૌ એકઠાં થયા છીએ. પંડિત દીનદયાળના આદર્શોને લક્ષ્યમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે પ્રજા વચ્ચે જવાના છીએ.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે રાજ્યભરના કાર્યકરો-ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યો હતો. ત્યારબાદ સૌ મહાનુભાવોએ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે નિર્મિત અત્યાધુનિક એલ.ઇ.ડી. રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી પણ આવી ગઈ છે. ચૂંટણી પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને ફાળે એક બેઠક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદ કરી, કયા જ્ઞાતિના કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા તેની માહિતી સામે આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top