ગુજરાતના (Gujarat) રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપ (BJP) માં જોડાયા છે. રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ પણ ભાજપના સભ્ય બન્યા છે. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાસે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Election) જાહેરાત થઈ છે. આ સાથે રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારો છે. આ કડીમાં આજે વડોદરામાં (Vadodra) ટ્રાન્સજેન્ડર લોકો ભાજપ (BJP) માં જોડાયા હતા. કાનૂની દરજ્જો મેળવ્યા બાદ ત્રીજા સમુદાયના પુરુષ અને સ્ત્રીઓને અન્ય સમુદાયની જેમ જ સમાન સ્થાન મળે તે માટેના પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. વડાદરામાં ટ્રાન્સજેન્ડર્સ ભાજપના સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. તમામ ટ્રાન્સજેન્ડરોએ ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત ભાજપના કાર્યકર તરીકે સ્થાન મેળવ્યું હતું.
50થી વધુ ટ્રાન્સજેન્ડરોએ કેસરિયો ધારણ કર્યો છે. ખાસ કરીને રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહનું ભાજપના સભ્ય બની ગયા છે. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના અગ્રણી અને રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલની હાજરીમાં વડોદરાના અનેક ટ્રાન્સઝેન્ડરને ભાજપમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તેમને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવશે. આ લોકોને પેજ સમિતિ અને પેજ પ્રમુખમાં સ્થાન આપવામાં આવશે.
જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર સમુદાયને કાનૂની માન્યતા તો મળી પણ સમાજમાં હજી તેઓને મળવા પાત્ર સ્થાન મળ્યું નથી. રાજકીય ક્ષેત્રે પણ ટ્રાન્સઝેન્ડર સમાજ સક્રિય નથી. જ્યારે આ સમાજના આગેવાનો પણ જનપ્રતિનિધિ તરીકે આગળ આવીને યોગ્ય સ્થાન મેળવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેથી કરીને આવનારા સમયમાં સમાજનો આ ત્રીજો સમુદાય પોતાના સમુદાય માટેના હક્કો માટે જરૂરી કામગીરી કરી શકે.
76 બેઠકો માટે ભાજપના 1451 કાર્યકરોની સેન્સ લેવાઇ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં કુલ 1451 જેટલા કાર્યકોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં ત્રણ ધારાસભ્ય, એક સંસદ સભ્ય અને એક પૂર્વ કોર્પોરેટરના પરિવારમાંથી પણ ટિકિટની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 76 બેઠકો માટે ભાજપના 1451 કાર્યકરોની સેન્સ લેવાઇ હતી. મોવડી મંડળે એક વોર્ડ પ્રમાણે 12થી 15 ઉમેદવારની યાદી તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.