ગાંધીનગર: (Gandhinagar) ભાજપના હાઈકમાન્ડે પૂર્ણેશ મોદી પછી હવે ભાજપના (BJP) વડોદરાના નેતા અને પૂર્વ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાનની (Rajasthan) જવાબદારી સોંપી છે. તાજેતરમાં જ પૂર્ણેશ મોદીને સંઘ પ્રદેશમાં ભાજપના પ્રભારી બનાવાયા છે જયારે રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાન ચૂંટણીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગઢ જોધપુરમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે.
- પૂર્ણેશ મોદી પછી હવે હવે રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાનની ચૂંટણીની જવાબદારી સોંપાઈ
- અશોક ગેહલોતના ગઢ જોધપુરના તમામ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અપાઇ
ભાજપે આ જ પ્રકારે રૂપાણીને પણ સાચવ્યા છે અને નીતિન પટેલને પણ જવાબદારી સોંપાઈ છે. હાલમાં રાજસ્થાન ચૂંટણીની મોટી જવાબદારી નીતિન પટેલ પાસે છે. રાજસ્થાનમાં ભાજપ જીત માટે ભારે મહેનત કરી રહ્યું છે ત્યારે જો ભાજપનો રાજસ્થાનમાં વિજય થાય તો આ નેતાનું કદ લોકસભા ચૂંટણી વખતે વદે તેવી સંભાવના છે. ડિસેમ્બર-૨૦૨૨માં ટિકિટની વહેંચણી વખતે ત્રિવેદીનું પત્તું કપાઈ ગયું હતું. અલબત્ત પૂર્ણેશ મોદીએ ટિકિટ તો મેળવી લીધી અને જીત પણ મેળવી લીધી હતી. તાજેતરમાં મોદીને તથા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલને સંઘ પ્રદેશની જવાબદારી સોપાઈ છે.