ભાજપની (BJP) નેતાગીરી હવે પાર્ટીના વડોદરાના (Vadodra) માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સામે ઝૂકી ગઈ છે. એક બાજુ યોગેશ પટેલ ચૂંટણી (Election) લ઼ડવાની જીદ લઈને બેસેલા હતા. જયારે ભાજપની નેતાગીરી અન્ય કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવા માંગતી હતી. જો કે આજે સવારે પાર્ટી નેતાગીરીએ મહત્વનો નિર્ણ લઈને છેવટે યોગેશ પટેલને ટિકિટ આપી દીધી છે. યોગેશ પટેલ સાત ટર્મથી વિજયી બન્યા છે. કોરોનાકાળ વખતે યોગેશ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે 37,602 લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પાસેથી તબીબોએ 1880 કરોડ ખંખેરી ઉઘાડી લૂંટ ચલાવી હતી. પટેલના આક્ષેપથી એક રીતે રાજકીય હડકંપ પણ આવી ગયો હતો. યોગેશ પટેલ આખા બોલા છે. રૂપાણી સરકાર વખતે તેમણે કેટલાંક આઈએએસ અધિકારીઓને ચીમકી આપી હતી કે તમે કોંગ્રેસના ઈશારે કામ ના કરશો.
સી.આર.પાટીલપણ ભાજપના મધુ શ્રીવાસ્તવને મનાવી શક્યા નહીં
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મનાવી શક્યા નથી. સી.આર.પાટીલ વડોદરા એરપોર્ટ પર મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. પાટીલે ડેમેજ કંન્ટ્રોલ માટે આ બેઠક યોજી હતી. સવા કે દોઢ કલાકથી વધુ સમય માટે આ બેઠક ચાલી હતી. તે પછી મધુ શ્રીવાસ્તવે બહાર આવીને એવા સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેઓ આવતીકાલે અપક્ષ ઉમેદવારી કરી દેશે.આ રીતે ભાજપની નેતાગીરીને મધુ શ્રીવાસ્તાવને સમજાવવામાં નિષ્ફળ મળી હતી. આજે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી દીધી છે. ભાજપે વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપી દીધી છે. હવે આ બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બની જવા પામ્યો છે.