Gujarat

ભાજપ વધુ મહિલા ઉમેદવારોને ટિકીટ આપે તેવી સંભાવના છે : પાટીલ

ગાંધીનગર : આજે જુનાગઢની (Junagadh) મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ઉમેદવારોની પંસદગીમાં આખરી નિર્ણય લેશે. કારણ કે પીએમ મોદી તથા અમિત શાહ સારી રીતે ભાજપના ગુજરાતના કાર્યકર્તાઓને ઓળખે છે, એટલે અમે તો જિલ્લામાંથી ઉમેદવારોની સંભવિત પેનલ દિલ્હી મોકલીશું. આખરી નિર્ણય પીએમ મોદી તતા અમિત શાહ દ્વારા લેવાશે. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે ચૂંટણી લડવા અને વિજય મેળવવા પણ સુસજ્જ છીએ. આ વખતે વધુ મહિલા ઉમેદવારોને ટિકીટ મળે પણ સંભાવના છે.

ગુજરાત યુવા કોંગ્રેસ પ્રમુખપદ છોડનાર વિશ્વનાથસિંહના ભાજપમાં જોડાવાના સંકેત
ગાંધીનગર : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આગમન પહેલા ગુજરાત યુવક કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેનાર વિશ્વનાથસિંહ વાઘેલા હવે ભાજપમાં જોડાઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે. વાઘેલા મોડી રાત્રે ગુજરાત ભાજપના વડા સી. આર. પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. જેના પગલે વાઘેલા હવે ભાજપમાં જોડાઈ જાય તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. અગાઉ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન નરેશકુમાર રાવલ તથા પૂર્વ રાજ્યસભાના સાંસદ રાજુ પરમારે પણ પાર્ટીમાંથી રાજીનામુ આપીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

યુવા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ વિશ્વાનાથ વાઘેલાએ ગઈકાલે ગુજરાત યુવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. સાત પાનાના રાજીનામા પત્રમાં વાઘેલાએ કોંગ્રેસ નેતાગીરી પર દોઢ કરોડ લીધાનો આરોપ મૂકયો હતો.
વાઘેલાએ જણાવ્યું હતું કે મને પાર્ટીમાં નિષ્ફળ બનાવવા માટે કાવતરા ચાલી રહ્યા છે. મને યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે નેતાગીરીએ દોઢ કરોડ લીધા છે. કોંગ્રેસ પાર્ટી આખી એક જ પરિવારની ભક્તિ કરવામાં વ્યસ્ત છે. મને જે કાંઈ પદ આપ્યું હતું તે પણ વેચાતું આપ્યું હતું. હું જ્યારથી યુવા કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ સિનિયર નેતાઓના જુથવાદનો ભોગ બન્ય છે. જેનાઓએ મને મદદ કરી, તેઓની સામેના જુથે મને નિષ્ફળ બનાવવા કાવતરા કર્યા છે. છેલ્લા કેટલાંક સમયથી કંટાળ્યો હતો. મેં રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનીવાસ બીવીનો સંપર્ક કરવાનો પ્રયન્ત કર્યો પણ તેઓ મારો ફોન ઉપાડતાં નથી.

Most Popular

To Top