ભાજપ પહેલીવાર બિહારમાં પોતાના દમ પર સરકાર બનાવવાની નજીક છે. આનો અર્થ એ છે કે તે નીતિશ કુમારના JDU વિના સરકાર બનાવી શકે છે. નિષ્ણાતો માને છે કે ભાજપ સરળતાથી આ સંખ્યા મેળવી શકે છે. સાંજે 6 વાગ્યા સુધી વલણો દર્શાવે છે કે NDAમાં ભાજપ 91 બેઠકો સાથે, JDU 83 બેઠકો સાથે, ચિરાગ પાસવાનની LJP(R) 19 બેઠકો સાથે, માંઝીની HAM 5 બેઠકો સાથે અને કુશવાહાની RLM 4 બેઠકો સાથે આગળ છે.
જો ભાજપ નીતીશ કુમાર વિના સરકાર બનાવે તો બેઠકોની સંખ્યાઓ આ પ્રમાણે થઈ શકે. ભાજપની 91 બેઠકો + ચિરાગ પાસવાનની LJP® 19 બેઠકો સાથે + માંઝી (HAM) 5 બેઠકો સાથે + કુશવાહાની (RLM) 4 બેઠકો સાથે કુલ 119 બેઠકો.
સરકાર કેવી રીતે બનશે
બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. હાલના આંકડા મુજબ નીતિશ કુમાર વગર NDA 119 પર પહોંચી ગયું છે. નિષ્ણાતો માને છે કે ભાજપ કોંગ્રેસના છ ધારાસભ્યો, ડાબેરી પક્ષના બે અને BSPના એક ધારાસભ્યને ઉમેરીને બહુમતીનો આંકડો પાર કરશે.
NDA બિહારમાં પ્રચંડ વિજય સાથે સરકાર બનાવી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં NDA 206 બેઠકો પર આગળ હતી. ભાજપ 95 બેઠકો પર, JDU 82 બેઠકો પર અને તેના સાથી પક્ષો 29 બેઠકો પર આગળ હતા. પહેલી વાર BJP બિહારમાં સૌથી મોટો પક્ષ બન્યો છે. છેલ્લા 25 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે BJP NDAમાં સૌથી મોટો પક્ષ બન્યો છે. અગાઉ 2000 અને 2020 માં BJP નંબર વન હતું. નીતીશ અગાઉની દરેક ચાર ચૂંટણીમાં CM રહ્યા છે પરંતુ જ્યારે પણ JDU એ ઓછી બેઠકો જીતી છે ત્યારે BJPનું સરકારમાં વર્ચસ્વ વધ્યું છે.
૨૦૨૦ વિધાનસભા: નીતિશ મુખ્યમંત્રી બન્યા પરંતુ સરકારમાં ભાજપનું વર્ચસ્વ
૨૦૨૦ની ચૂંટણીમાં NDA એ કુલ ૧૨૫ બેઠકો જીતી હતી. સ્ટ્રાઈક રેટ ૫૧.૪% હતો. JDU એ ૧૧૫ બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર ૪૩ બેઠકો જીતી હતી. તેનો સ્ટ્રાઈક રેટ ૩૭% હતો. ભાજપે ૧૧૦ બેઠકો પર ચૂંટણી લડી અને ૭૪ બેઠકો જીતી. તેનો સ્ટ્રાઈક રેટ ૬૭% હતો. ભાજપ કરતા ઓછી બેઠકો જીતવા છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. 16 ભાજપ અને ૧૩ JDU મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. પહેલીવાર ભાજપે બે નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કર્યા હતા. સ્પીકરનું પદ પણ ભાજપને મળ્યું હતું.