SURAT

કતારગામ બેઠક પર પ્રજાપતિ સમાજમાં અંડર કરંટથી ભાજપનું જ્ઞાતિગત સમીકરણ ખોરવાયું

સુરત : એક બાજુ સુરતમાં (Surat) સૌરાષ્ટ્રવાસી વિસ્તારની બેઠકો પર ભાજપ (BJP) માટે આપનો મજબુત પડકાર ઉભો થયો છે. ત્યારે કતારગામ બેઠક પર પાટીદારો જેવું જ બહોળું મતદાન ધરાવતા પ્રજાપતિ સમાજના ઉમેદવારને કોંગ્રેસે (Congress) ટિકીટ (Ticket) આપી હોય સમાજ સ્તરે ભાગલા પડી રહ્યા હોવાના ચિત્રને કારણે ભાજપના નેતાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રજાપતિ સમાજ આ વખતે હાથમાંથી સરકી નહીં જાય તે માટે ભાજપે પ્રજાપતિ સમાજનું સંમેલન બોલાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરી દીધા છે.

  • 182 બેઠક પૈકી એકપણ બેઠક પર ભાજપે પ્રજાપતિ સમાજને ટિકીટ આપી નથી
  • પ્રજાપતિ સમાજ હાથમાંથી સરકી નહીં જાય તે માટે ભાજપે સંમેલનનું આયોજન કરાવવું પડ્યું
  • ભાજપના નેતાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
  • ‘આપણે ભલે હારીએ પણ બીજાને જીતાડીને મહત્વ જાળવીએ’ લખાણોનો સોશિયલ મીડિયામાં મારો
  • ભાજપે પ્રજાપતિ સમાજનું સંમેલન બોલાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરી દીધા

વિસ્તૃત વિગત મુજબ, પ્રજાપતિ સમાજ કતારગામ બેઠક પર હજારો મતદાર ધરાવે છે. તેથી દરેક વખતે અહીંથી પોતાના સમાજના ઉમેદવારને ટિકીટ આપવા માંગણી થાય છે. પ્રજાપતિ સમાજમાં એવો અંડર કરંટ છે કે માત્ર સમાજ તરફી મતદાન કરવા માટે સોશિયલ મીડિયામાં ઘમાસાણ મચ્યું છે અને આપણો ઉમેદવાર હારી ભલે જાય પણ બીજાને જીતાડીશું તો જ પાર્ટીમાં આપણી કદર થશે અને ફરીથી ટિકીટ માંગવા જેવી સ્થિતી રહેશે તેવા લખાણો કરાઈ રહ્યા છે. સમાજના આગેવાનો સમાજ સાથે રહે, નહી કે પાર્ટી સાથે, તેવા આડકતરા ઇશારા સાથે પોસ્ટનો મારો ચાલી રહ્યો છે, તેથી પ્રજાપતિ સમાજ ભાજપ સાથે જળવાઇ રહે તે પડકાર છે. પ્રજાપતિ સમાજનો સાથ મેળવવા હવાંતિયા મારતા ભાજપે મંગવારે રાત્રે પ્રજાપતિ સમાજનું સંમેલન કરી સમાજને ભાજપ સાથે રહેવા અપીલ કરવી પડી હતી.

Most Popular

To Top