National

‘મણિપુર સાથે સરકાર સાવકી મા જેવું વર્તન કરી રહી છે’: ડિમ્પલ યાદવ

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર (BJP) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આજથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના (Congress) અસમના સાંસદ નેતા ગૌરવ ગોગાઈએ આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી છે. આગામી ત્રણ દિવસ 18 કલાક સુધી આ પ્રસ્તાવ પર ચર્ચા કરાશે જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ સામેલ થશે, ત્રણ દિવસની ચર્ચા પછી 10 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે. મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થઈ રહ્યો છે. આ પ્રસ્તાવની સૂચના 26 જુલાઈએ આપવામાં આવી હતી. જો કે આ પ્રસ્તાવથી મોદી સરકારને કોઈ ખતરો નથી તેવું સામે આવ્યું છે.

ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, ‘અમે મણિપુર માટે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છીએ. મણિપુરના યુવાનો ન્યાય માંગે છે. મણિપુરની દીકરી ન્યાયની માંગ કરી રહી છે. મણિપુરનો ખેડૂત ન્યાય માંગે છે. જો મણિપુર અસરગ્રસ્ત છે તો ભારત પ્રભાવિત છે. અમે માત્ર મણિપુરની વાત નથી કરી રહ્યા. અમે ભારતની વાત કરી રહ્યાં છે. અમે અપેક્ષા રાખી હતી કે એક સંદેશ જાય કે આ દુઃખની ઘડીમાં આખો દેશ મણિપુરની સાથે છે, પરંતુ અફસોસની વાત એ છે કે એવું ન થયું. વડાપ્રધાને મૌન વ્રત લીધું છે. ન તો તેઓ લોકસભામાં કંઈ બોલશે અને ન તો રાજ્યસભામાં કંઈ બોલશે. એટલા અમે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન મોદીના મૌનનું વ્રત તોડવા માંગીએ છીએ.

મણિપુરમાં ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ
કોંગ્રેસ સાંસદે કહ્યું કે વડાપ્રધાને સ્વીકારવું પડશે કે મણિપુરમાં ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ છે. આ જ કારણ છે કે મણિપુરમાં 150 લોકો માર્યા ગયા છે અને લગભગ 5000 ઘર બળી ગયા છે. 60 હજાર લોકો રાહત શિબિરોમાં રહે છે અને 6500 FIR નોંધવામાં આવી છે. મુખ્યમંત્રીએ સંવાદનું વાતાવરણ ઊભું કરવું જોઈએ પરંતુ તેમના દ્વારા લેવાયેલા પગલાથી સમાજમાં તણાવ વધ્યો છે.

‘સોનિયાજીનું કામ તેમના પુત્રને સેટ કરવાનું છે’
વિપક્ષી એકતા પર નિશાન સાધતા નિશિકાંત દુબેએ કહ્યું કે વિપક્ષમાં બેઠેલા થોડા લોકો જ ભારતનું સંપૂર્ણ સ્વરૂપ કહી શકશે. દુબેએ કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે લડી રહ્યા છે પરંતુ તેમ છતાં કેન્દ્રમાં ગઠબંધન કરી રહ્યા છે. અમે લાલુ યાદવને જેલમાં નથી મોકલ્યા, કોંગ્રેસે તેમને જેલમાં મોકલ્યા છે. શરદ પવારને કોણે હટાવ્યા? મને જેડીયુ માટે મહત્તમ ફંડ મળ્યું. નિશિકાંત દુબેએ કહ્યું કે સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય પુત્રને સેટ કરવાનો અને જમાઈને રજૂ કરવાનો છે.

નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ જણાવ્યું
નિશિકાંત દુબેએ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે લાવવામાં આવ્યો? સોનિયાજી અહીં બેઠા છે… મને લાગે છે કે તે બે કામ કરવા માંગે છે – દીકરાને સેટ કરો અને જમાઈને હાજર કરો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પણ આ જ કારણસર લાવવામાં આવ્યો છે.

‘આ સરકાર અહંકારી છે’: સપા સાંસદ ડિમ્પલ યાદવ
સરકાર પર પ્રહાર કરતા સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે મણિપુરની ઘટના ખૂબ જ સંવેદનશીલ છે. આ સરકાર અહંકારી વ્યક્તિ જેવું વર્તન કરી રહી છે. મણિપુરમાં બનેલી ઘટનાઓ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. હિંસા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બંધારણીય લોકશાહીમાં આ અસ્વીકાર્ય છે. આ ઉપરાંત ડિમ્પલ યાદવે કહ્યું કે મણિપુર હિંસા પર બે દિવસમાં કાબૂ મેળવી શકાયો હોત પણ આ સરકાર સાવકી મા જેવું વર્તન કરી રહી છે. આ સાથે તેણે કહ્યું મણિપુર હિંસાના કારણે સમગ્ર ભારત વાસીઓનું માથું વિશ્વમાં નીચું પડ્યું છે. તેણે કેન્દ્રને સવાલ કર્યો કે શું મણિપુર આપણો પરિવાર નથી. શા માટે સરકાર ત્યાં સાવકી મા જેવું વર્તન કરી રહી છે. આ ઉપરાંત તેણે કહ્યું કે આ સરકાર અહંકારી છે તે માત્ર રાજકારણ જ જાણે છે.

9 રાજ્યોની સરકાર હાલની સરકારના કારણે 9 વર્ષમાં પડી ભાંગી: સુપ્રિયા સુલે
NCP સાંસદ સુપ્રિયા સુલેએ પણ કેન્દ્ર પર નિશાન સાધતા ટોણાં માર્યા હતા. સુપ્રિયાએ કહ્યું ઉત્તરાખંડ, અરુણાચલપ્રદેશ, પોંડીચેરી અને મહારાષ્ટ્ર જેવી 9 રાજ્યોની સરકાર હાલની સરકારના કારણે 9 વર્ષમાં પડી ભાંગી છે. આ ઉપરાંત તેણે 2014માં લોકસભા ચૂંટણી પહેલા બીજેપીના નારાની પણ યાદ અપાવી હતી સાથે જ મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાર અંગે પણ સરકાર પર કટાક્ષ કર્યા હતાં.

કોંગ્રેસ આ અવિશ્વાસ પ્રસ્તાવ ખોટા સમયે લાવી છે: કિરેન રજ્જૂ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં કહ્યું કે જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે ત્યારે તેનું કારણ હોય છે. ઘણીવાર તે ત્યારે લાવવામાં આવે છે જ્યારે દેશમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર હોય. જ્યારે સરકાર નબળી સ્થિતિમાં હોય ત્યારે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ આ બિલકુલ ખોટા સમયે લાવી છે. સરકાર મજબૂત સ્થિતિમાં છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે આપણે બધા આ જૂની સંસદમાં છેલ્લી વખત અવિશ્વાસ પ્રસ્તાવ પડતો જોઈશું.

Most Popular

To Top