અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીમાં (BJP) ઘરવાપસી સમયે ભરૂચના (Bharuch) નેતા ખુમાનસિંહ વાંસિયાએ ગુજરાતમાંથી (Gujarat) દારૂબંધી હટાવી લેવી જોઈએ, તેવો વિચાર વ્યક્ત કર્યો છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ, તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે કમલમ ખાતે ભાજપ અધ્યક્ષના હાથે ખેસ પહેર્યા બાદ ખુમાનસિંહ વાંસિયાએ દારૂબંધી હટાવી લેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું. શું ભાજપ અત્યાર સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ આ રીતે જ જીતતી આવી છે ? ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે ? દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે લાખો ગુજરાતના યુવાનો વ્યસનના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. ભાજપના શાસનમાં ખુલ્લેઆમ બેરોકટોક ડ્રગ્સ અને દારૂનો કારોબાર ચાલી રહ્યો છે, જેના માટે સરકારની ભ્રષ્ટ નીતિ રિતી જવાબદાર છે, તેવા સમયે ભાજપ સરકારે દારૂબંધી અંગે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ.
ઘર વાપસી સમયે ખુમાનસિંહ વાંસિયાના દારૂબંધી હટાવવાના વિચારો અંગે ભાજપ પોતાની નીતિ સ્પષ્ટ કરે: કોંગ્રેસ
By
Posted on