Gujarat

કચ્છમાં 14 વેટરનિટી ડોક્ટર્સ ત્રણ જ દિવસમાં 19787નું પશુઓનું રસીકરણ કેવી રીતે કરી શકે?

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) મે (May) મહિનાથી ગૌવંશમાં લમ્પી નામનો ભયાનક વાયરસ (Virus) દેખાયા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની જેમ નિદ્રાધિન રહ્યું છે. લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસીકરણની અસરકારક કામગીરી વગેરેમાં ભાજપ (BJP) સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવળી છે, તેવું પ્રદેશ કોંગ્રેસ (Congress) કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, કિસાન કોંગ્રેસે દ્વારકા-જામનગર વિસ્તારમાં અને ત્યારબાદ કચ્છમાં ગૌશાળાઓ – પાંજરાપોળ સંચાલકો સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. મુખ્યમંત્રી, કૃષિ અને પશુપાલન મંત્રીને ૧૬ માંગણીઓ સાથેનો ગુજરાત કિસાન કોંગ્રેસે પત્ર લખ્યા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું, સરકાર અને તંત્ર હરકતમાં તો આવ્યું પણ માત્ર જાહેરાતો જીવી સરકાર હોય તેને ૨૨ જુલાઈએ રાજ્ય સરકાર તલાટી મંત્રીને આદેશ કરતો પરિપત્ર કરે છે. આ પરિપત્ર મુજબ તલાટી મંત્રીએ ઘરે ઘરે જઈ બિમાર પશુઓની નોંધ કરી ૨૫ જુલાઈએ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. દુઃખની વાત એ છે કે ત્રણ ગામ વચ્ચે એક તલાટીમંત્રી છે. તે ત્રણ દિવસમાં આ રિપોર્ટ કઈ રીતે તૈયાર કરી શકશે ? એવી જ રીતે કચ્છ ડી.ડી.ઓ. દ્વારા તા. ૨૧ના રોજ કહેવાયું કે અમે કચ્છમાં ૮૦,૦૦૦ ગૌવંશને રસીકરણ કર્યું છે, જોવા જેવું એ છે કે કચ્છમાં કુલ ૧૪ પશુચિકિત્સક છે. તો આ ૧૪ પશુચિકિત્સક ૮૦,૦૦૦ ગૌવંશને રસીકરણ કરવાની કામગીરી કરી શકે ખરા ?

ગઈકાલે રાજ્યના માહિતી ખાતાએ જાહેર કર્યું કે કચ્છમાં ૯૯૭૮૭ ગૌવંશનું રસીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ પણ છે કે ૯૯૭૮૭માંથી ૮૦૦૦૦ બાદ કરીએ તો ૧૯૭૮૭ ગાયોને માત્ર ત્રણ જ દિવસમાં ૧૪ ડોક્ટર કેવી રીતે રસીકરણ કરી શક્યા હશે ?


Most Popular

To Top