નવી દિલ્હી: ભારતના ત્રિપુરા નાગાલેન્ડમાં આવેલા ચૂંટણીના (Election) પરિણામોની અસર કોગ્રેસ (Congress) ઉપર થયેલી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની (America) કેંબ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યારે આજે તેઓએ દેશના પીએમ ઉપર નિશાન સાધતા પોતાના વિચારો રજૂ કર્યા હતા તો બીજી બાજુ તેમણે ચીનના (China) વખાણ અને કાશ્મીરને (Kashmir) કહેવાતી એક હિંસક જગ્યા ગણાવી હતી. હાલ રાહુલની આ વાતો ચર્ચાનો વિષય બની છે
ચીનનું ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકૃતિ સાથે જોડાયેલું છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ચીનના વખાણ કરતાં કહ્યું કે ચીન શાંતિનો સંદેશ આપે છે. ચીનના વિકાસના વખાણ તો બીજી તરફ પશ્ચિમી દેશોની વિચારધારા અંગે પણ તેઓએ ચર્ચા કરી હતી. ચીનના વખાણ કરતા તેમણે ઉદાહરણ પણ આપ્યુ હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનનું ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ત્યાંની નદી પણ તેની તાકાત છે. ચીન પ્રકૃતિ સાથે જોડાયેલું છે. જયારે અમેરિકા પોતાને પ્રકૃતિ કરતા પણ મોટુ માને છે. આ જ ઉદાહરણ પરથી સાબિત થાય છે કે ચીન સમગ્ર વિશ્વમાં શાંતિ રાખવામાં માને છે. ચીનની સરકાર અંગે રાહુલે કહ્યું કે ત્યાંની સરકાર કોર્પોરેશનની રીતે કામ કરે છે જેના કારણે ત્યાંના તમામ નિર્ણય ઉપર સરકારની પકડ હોય છે. રાહુલના મત મુજબ અમેરિકા અને ભારતમાં હાલ આવી સ્થિત નથી. રાહુલે કહ્યું આ તમામ બાબતોના કારણે જ ચીન આર્ટિફિશિયલ ઈંટેલિજેંસના મામલા આટલુ આગળ વધી ગયું છે.
રાહુલ ગાંધીએ પોતાની વાતમાં કાશ્મીરના પુલવામાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ આગળ કહ્યું કે જમ્મુ કાશ્મીરને કહેવાતી હિંસક જગ્યા ગણાવી છે. હાલ રાહુલની આ વાતો ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત રાહુલે કહ્યું કે ભારતનું લોકતંત્ર ખતરામાં છે. કારણકે ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓમાં ખતરો છે. તેણે કહ્યું હાલ મારા અધિકારી તરફથી મને માહિતી મળી હતી કે હું ફોન પર પણ સાચવીને વાત કરું કારણ કે તમામ માહિતીઓ અન્ય કોઈ સાંભળી રહ્યું છે કોઈ આ માહિતીઓને રેકોર્ડ કરી રહ્યું છે.
રાહુલે દાવો કર્યો છે કે પીએમ કેટલાય લોકોને દેશના સેકેન્ડ કલાસ સિટીઝન માને છે
અન્ય એક બયાનમાં રાહુલે પીએમ મોદી ઉપર પણ પોતાનો નિશાન સાધ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા ઉપર કેસો કરવામાં આવી રહ્યાં છે. મારા ઉપર પણ અનેક કેસો છે. એવા મામલાઓમાં કેસ કરવામાં આવ્યા છે જેમાં કેસ કરી જ ન
શકાય. પણ અમે પણ અમારો બચાવ કરવાની કોશિશ કરી રહ્યાં છે. પીએમ મોદી અંગે વધુમાં રાહુલે કહ્યું કે પીએમ ભારતના વિચારોને નષ્ટ કરી રહ્યાં છે. તેઓ પોતાના વિચારોને દેશના લોકો ઉપર થોપવાની કોશિશ કરી રહ્યાં છે. રાહુલે દાવો કર્યો છે કે પીએમ કેટલાય લોકોને દેશના સેકેન્ડ કલાસ સિટીઝન માને છે.