મણિપુરમાં, 10 ધારાસભ્યોએ આજે તા. 28 મેને બુધવારે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આમાંથી ભાજપના 8, એનપીપીના એક-એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. તેમણે દાવો કર્યો છે કે તેમને 44 ધારાસભ્યોનું સમર્થન છે. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 31 છે.
રાજ્યપાલને મળ્યા બાદ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે કહ્યું કે મણિપુરમાં કોંગ્રેસને બાદ કરતાં 44 ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. દરમિયાન અપક્ષ ધારાસભ્ય સ્પામ નિશિકાંત સિંહે કહ્યું, અમે રાજ્યપાલને એક કાગળ આપ્યો છે, જેના પર 22 ધારાસભ્યોએ સહી કરી છે. મણિપુરમાં NDAના બધા ધારાસભ્યો સરકાર બનાવવા માંગે છે.
આ અગાઉ ગઈ તા. 9 ફેબ્રુઆરીએ બિરેન સિંહે રાજીનામું આપ્યું ત્યાર બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 9 ફેબ્રુઆરીએ ભાજપ સરકારનું નેતૃત્વ કરી રહેલા તત્કાલીન મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી હિંસાને રોકવામાં નિષ્ફળતાને કારણે બિરેન સિંહ ઘણા દબાણ હેઠળ હતા.
મણિપુરમાં કુકી-મેઈતેઈ વચ્ચે 3 મે, 2023 થી અત્યાર સુધી હિંસા ચાલી રહી છે. આ બે વર્ષમાં 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 1500 થી વધુ ઘાયલ થયા હતા. 70 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 6 હજારથી વધુ એફઆઈઆર નોંધાઈ છે. હિંસાના મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓ સતત એનડીએ પર સવાલ ઉઠાવી રહી હતી.
હાલમાં મણિપુરમાં ભાજપના 37 ધારાસભ્યો છે, જે બહુમતી કરતા 6 વધુ છે. 60 બેઠકોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે 37 ધારાસભ્યો છે, જે બહુમતી કરતાં 6 વધુ છે. આ 37 ધારાસભ્યોમાંથી 27 મેઇતેઈ, 6 કુકી, 3 નાગા અને 1 મુસ્લિમ છે. એનડીએ પાસે કુલ 42 ધારાસભ્યો છે. આમાં નેશનલ પીપલ્સ ફ્રન્ટ (NPF)ના 5 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો છે.