ગાંધીનગર: ભાજપના (BJP) પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની માલિકીના એસજી હાઈવેની પાછળ આવેલા રિંગ રોડ પર નીલકંઠ ગ્રીન્સ નામનો બંગલો (Bunglow) મહાઠગ કિરણ પટેલે પચાવી પાડવાની કોશિશ કરી છે. હવે તેની સામે જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ આજે ક્રાઈમ બ્રન્ચ સમક્ષ ફરિયાદ આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, આ બંગલો રિનોવેટ કરવા માટે ઠગ કિરણ પટેલ તેમને મળવા આવ્યો હતો. તે વખતે બંગલાનું અંદરનું ઈન્ટિરિયર બદલવા માટે વાત કરી હતી. જોકે તેના માટે કિરણ પટેલને તેમણે 35થી 40 લાખ ચૂકવ્યા હતા.તે છી કિરણ પટેલે બંગલાની ફોટોગ્રાફી પણ કરી હતી. હવે આ બંગલો પોતે ખરીદી લીધો હોય તેવો દાવો તેણે કરી દીધો છે. કિરણ પટેલે પોતે આ બંગલો ખરીદ્યો હોય તેવી વાતો બહાર કરી હતી. એટલું જ નહીં બંગલાની બહાર પોતાનું નામ લખાવી દીધુ હતું. જેના પગલે જગદીશ ચાડવા આ બંગલામાં પાછા રહેવા આવી ગયા હતાં. કિરણ પટેલ જયારે જગદીશ ચાવડાને મળવા આવ્યો ત્યારે તેણે પીએમ ઓફિસના કલાસ વન અધિકારી હોવાનું પણ કહ્યું હતું.
જગદીશ ચાવડાને તેણે કહ્યું હતું કે ભાજપના એક મોટો માથાનું તેને બેકિંગ છે. જે આગામી ચારેક દિવસની અંદર હું પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને કહેવાનો છું. મહાઠગ તાજેતરમા કાશ્મીરમા પીએમઓના અધિક ડાયરેકટર તરીકે પહોચી ગયો હતો ,એટલું જ નહીં સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી ઝેડ પ્લસ સિક્યુરિટી પણ મેળવી લીધી હતી. જો કે મહાઠગ કિરણ પટેલે સ્થાનિક અધિકારીઓ સાથે યોગ્ય વર્તન નહીં કરતાં પોલીસને શંકા ગઈ હતી. તે પછી પીએમઓમાં કાઉન્ટર ચેક કરતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. તે પછી કિરણ પટેલની ધરપકડ કરી લેવાઈ હતી. જયારે તેની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઓફિસના અધિક પીઆરઓ હિતેશ પંડયાના પુત્ર અમીત પંડયા, જય સીતાપરા તથા રાજસ્થાનનાા ત્રિલોકસિંગ પણ પીએમઓના સ્ટાફ તરીકે કાશ્મીર ટૂરમાં જોડાયા હતા. કાશ્મીર પોલીસે તાજેતરમા અમીત પંડયા તથા જય સીતાપરાની અટકાયત કરી લીધી છે.