મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના વિધાનસભા (Assembly) ચોમાસુ (Monsoon) સત્રના પહેલા જ દિવસે ભાજપના નેતાઓએ હલ્લો (Protest) કરીને તણાવનો માહોલ સર્જ્યો હતો. પહેલા ભાજપ (BJP)ના તમામ નેતાઓ ગૃહની સીડી પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ સ્પીકરની કેબીનમાં ગયા હતા અને અધિકારીઓ સાથે ઝઘડો થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
એકસાથે 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ કિસ્સામાં, તમામ શાસક પક્ષોના મંત્રીઓ અને ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ ભાજપને લગતા 12 ધારાસભ્યોને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ (12 MLA suspend) કરવામાં આવ્યા છે. ભાજપના 12 ધારાસભ્યો જેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ આ મુજબ છે. સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટખલકર, પરાગ અલવાની, હરીશ પિંપળે , રામ સાતપુતે, વિજયકુમાર રાવલ, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર બાંગડિયા છે.
પ્રિઝાઇડિંગ ઓફિસરને અપશબ્દો બોલ્યા
નવાબ મલિકે ભાજપના ધારાસભ્યોના નામ લીધા હતા અને કહ્યું હતું કે આ ધારાસભ્યો સ્ટેજ પર ગયા હતા અને પ્રિઝાઇડિંગ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું, અને અપશબ્દો કહ્યા હતા. ગૃહની અંદર વિપક્ષી નેતાએ તેમનો સ્પીકર માઇક તોડી નાખ્યો હતો. આ પછી સત્ર મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના નેતાઓ સ્પીકરની કેબીનમાં ગયા અને અધિકારીઓને 15 મિનિટ સુધી ધક્કા માર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઓબીસી (અન્ય પછાત વર્ગ) અનામતના મુદ્દે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. જેમાં ધમાલ મચાવનાર ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના 12 ધારાસભ્યોએ પ્રિઝાઇડિંગ અધિકારી ભાસ્કર જાધવ સાથે ગેરવર્તન કર્યું હતું, જેના કારણે તેમને એક વર્ષ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે ભાજપના આ ધારાસભ્યોને સ્થગિત કરવા માટે એક ઠરાવ પસાર કર્યો, જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો.
ભાજપના ધારાસભ્યોએ આ સસ્પેન્શન કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતાં ગૃહની બહાર આવ્યા હતા. જો કે ભાજપે ચોમાસું સત્ર પૂર્વે જ વિરોધની ચેતવણી આપી હતી. અને એ થયું પણ સાથે જ સસ્પેન્ડ થયા બાદ આ ધારાસભ્યો હવે બળવો કરી રહ્યા છે.