અત્યારે જે વાત લખવા જઈ રહ્યો છું તે વાત કડવી છે પણ સત્ય છે. આપણા રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. સવારે ઊઠીને કોલગેટથી બ્રશ કરે, જીલેટથી દાઢી કરે, લક્સના સાબુથી ન્હાવા જોઇએ, ટી – શર્ટ યુ એસ પોલોનું પહેરે અને પેન્ટ લી નું પહેરે, નાસ્તામાં મેગી અને નેસ્કોફી લે, ખિસ્સામાં મોબાઈલ સેમસંગનો અથવા એપલ આઇ ફોનનો રાખે અને રે બાનના ચશ્માં પહેરે, બુટ રીબોકના પહેરે, સમય રાડોની ઘડિયાળમાં જુએ, મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે, વાતચીત ફેઈસબુક અને વોટ્સ એપથી કરે, હુંડાઈની કાર અથવા મોટર સાઈકલ ચલાવે, લીનોવોના લેપટોપ પર કામ કરે, બપોરનું જમવાનું મેકડોનાલ્ડમાંથી મંગાવે, આખો દિવસ કોકા- કોલા અને પેપ્સી પીધા કરે, સાંજે ઘરે આવતી વખતે લેઇસની વેફર લેતો આવે અને રાત્રે બ્લેક લેબલની ચૂસકી મારતાં મારતાં વિચાર કરે કે આપણા ભારત દેશનો રૂપિયો આ ડોલર સામે કેમ નીચો પડતો જાય છે? અને મોંઘવારી અને ગરીબી કેમ વધતી જાય છે? પણ એ કેમ નથી વિચારતો કે આ હું જે વાપરું છું તે બધી જ વસ્તુ વિદેશી છે તો સ્વાભાવિક છે કે મારા ખર્ચ કરેલા પૈસા વિદેશમાં જાય તો ડોલર મજબૂત થવાનો જ છે. આ વાત કડવી છે, પણ સત્ય છે. વડા પ્રધાનનું સ્વપ્ન દેશને આત્મનિર્ભર બનાવવાનું છે. તો શું આ રીતે આપણો દેશ આત્મનિર્ભર બનશે એ સૌથી મોટો પ્રશ્ન છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.