Gujarat

વાવાઝોડાના એલર્ટ અને સ્થળાંતર વચ્ચે મહિલાને કોઈ નામ ન સૂઝતા બાળકીનું નામ બિપોરજોય રાખી દીધું

કચ્છ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું (Biporjoy storm) તબાહી મચાવી રહ્યું છે. આ તોફાનના ડરથી હજારો લોકો પોતાનું ઘર છોડીને શેલ્ટર હોમમાં (Shelter home) શિફ્ટ થયા છે. ત્યારે અનેક એવી ઘટનાઓ આ વાવાઝોડા સાથે સંકળાઈ ગઈ છે જેની છાપ વર્ષો વર્ષ સુધી જોવા મળશે. આવી જ એક ઘટના કચ્છમાં બની છે. વાવાઝોડાના ડરથી શેલ્ટર હોમમાં શિફ્ટ થયેલી એક મહિલાએ પોતાની એક મહિનાની બાળકીનું નામ કાંઈ ન સૂઝતા આખરે બિપોરજોય રાખી દીધું હતું.

છેલ્લા દસ કરતાં વધુ દિવસથી બિપોરજોયની ચર્ચા ગુજરાતમાં ચારેય બાજુ છે. તેમાંય વળી કચ્છના લોકો પર આની વધુ અસર જોવા મળી રહી છે. હવે જ્યારે વાવાઝોડું કચ્છના (Kutch) જખૌ દરિયા કિનારેથી ટકરાયું છે ત્યારે તબાહીના દૃશ્યો સાથે માનવના માનસ પર અસર કરતી બાબતો પણ સામે આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના અને દરિયાકાંઠાના આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. દરમ્યાન અત્યાર સુધી હજારો લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે. ત્યારે વારંવાર તોફાનનાં એલર્ટમાં બીપોરજોય નામ સાંભળ્યા બાદ અને પોતાના વિસ્તારમાંથી સ્થળાંતર કરાયા બાદ શેલ્ટર હોમમાં શિફ્ટ થયેલી એક મહિલાએ પોતાની બાળકીનું નામ બિપોરજોય રાખી દીધું હતું.

અગાઉ પણ વાવાઝોડા પરથી બાળકોના નામ કરણ થયા છે
જો વાત કરીએ તો આ પહેલા પણ આવેલા વાવાઝોડાના નામ પરથી ઘણા માતા-પિતાએ પોતાના બળકોના નામકરણ કર્યા છે. જેમાં તિતલી, ફાની અને ગુલાબ વાવાઝોડા પરથી પણ માતા-પિતા દ્વારા પોતાના બાળકોના નામ વાવાઝોડા ઉપર રાખવામાં આવ્યા છે.

બહેનને બચાવવા માટે ગયેલા ભાઈએ પણ બહેન સાથે જીવ ગુમાવ્યો
વાવાઝોડાના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આવી જ એક ઘટના જુનાગઢમાં જોવા મળી હતી. બુઘવારના રોજ જુનાગઢના માંગરોળ તાલુકાના શેખોપુર ગામમા સ્કુલેથી ઘરે પરત આવતા બે પિતરાઈ બાઈ-બહેનને કાળ નડ્યો હતો. તેજ હવાના કારણે એક છોકરી કેનાલમાં પડી ગઈ હતી. છોકરીની સાથે તેનો પિતરાઈ ભાઈ હતો. તે તેની બહેનને બચાવવા માટે કેનાલમાં કુદકો માર્યો હતો. પરંતુ તે બંનેનું કરૂણ મોત નિપજ્યું હતું. મૃતક ભાઈ-બહેનનું નામ અરશદ ઈલ્યાસ ઢેબર અને કૌસર ફારૂક ઢેબર છે. કૌસર અને અરશદ સ્કુલેથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે તેજ હવાના કારણે કૌસર કેનાલમાં પડી ગઈ હતી. કૌસરને કેનાલમાં ડૂબતા જોઈ તેનો ભાઈ અરશદ કેનાલમાં કુદીને તેને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બચાવી શક્યો ન હતો અને બંનેનું મૃત્યુ પામ્યા હતા.

Most Popular

To Top