Vadodara

બિપોરજોય ઇફેક્ટ : વૃક્ષો મોડી રાત સુધી ધુણ્યાં

વડોદરા: કચ્છમા બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ બીજા દિવસે વડોદરા મા તેની અસર જોવા જોવા મળી હતી સવાર થીજ આકાશમાં કાળા ડીબાગ વાદળો છવાઈ ગયા હતા તે સાથે જ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તાપમાનમા ચાર ટકા નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે પવનની ગતિ 40 થી 50 ટકા પ્રતિ કલાક જોવા મળી હતી. જેના કારણે શહેર ના વિવિધ વિસ્તારો મા ઝાડ, દીવાલ, હોર્ડિંગ પડવા સહિત ના બનાવો બન્યા હતા જેમાં કુલ 6 નાગરિકો ઘયાલ થયા હતા જ્યારે દીવાલ નીચે દબાઈ જતા એક મહિલા નું મોત થયું હતું.

પવન ની ગતિ તેજ રહેતા શહેર મા મોડી રાત સુધી પવનો સાથે વૃક્ષો ઝૂમ્યા હતા. બિપરજોય વાવાઝોડા એ વિદાય લીધા બાદ વડોદરા જિલ્લામાં તીવ્ર ગતિના પવનો ફુકાવાની સાથે વરસાદ વરસ્યો હતો.જેના કારણે વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવાની તૂટી પડવાની ઘટનાઓ ઘટી છે. રાત્રીથી શુક્રવારે સાંજ સુધી ફાયર વિભાગને 80 જેટલા કોલ મળતા લાશ્કરોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અગ્નિસમન દળને મળેલા કોલ પ્રમાણે ઝાડ હટાવવા કે પછી વીજ થાંભલા તૂટી પડ્યા હોય તેવા કિસ્સામાં સતત ગઈ કાલ રાત્રિથી આજે બપોર સુધી કામગીરી ચાલુ રહી છે.

MGVCLની ૪૫ ટીમો આપદાગ્રસ્ત કચ્છ અને દ્વારકામાં કાર્યરત
બિપરજોય વાવાઝોડાથી સાગરકાંઠાના જિલ્લામાં સર્જાયેલી ખાનાખરાબીને દુરસ્ત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની ૪૫ જેટલી ટીમ પણ કામે લાગી છે. આ ટીમો આપદાગ્રસ્ત કચ્છ અને દ્વારકા જિલ્લામાં વીજપુરવઠો પૂર્વવત્ત કરવા માટે દિનરાત મહેનત કરી રહી છે. એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, પૂર્વ તૈયારના ભાગરૂપે પહેલા ૧૦ ટીમ વીજ કંપનીની અને ૧૦ ટીમ ઇજારદારોની આ જિલ્લાઓમાં મોકલી આપવામાં આવી હતી.

હવે વાવાઝાડા બાદની સ્થિતિમાં બહુ પરિશ્રમયુક્ત કામગીરી રહે છે. એટલે, વધુ ટીમો દ્વારા મોકલવામાં આવી છે. આજ સુધીમાં ત્યાં વીજ કંપનીની ૨૦ અને ઇજારદારોની ૨૫ એમ મળી કુલ ૪૫ ટીમો ઉક્ત બન્ને જિલ્લામાં મોકલી દેવામાં આવી છે. આ એક ટીમમાં પાંચથી સાત વ્યક્તિઓ હોય છે. તેમની સાથે તમામ પ્રકારની સાધનસામગ્રી હોય છે. જેનાથી તેઓ જમીનદોસ્ત થયેલા પોલ ઉભા કરી શકે, વીજલાઇન બાંધી શકે એવા પ્રકારના સાધનો હોય છે. આપદાગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ત કરવા માટે આ ટીમો મહેનત કરી રહી છે. હજુ પણ જરૂર પડે ત્યાં ટીમો મોકલવામાં આવશે.

Most Popular

To Top