Charchapatra

બિપિન રાવતનું ‘અવસાન’ કહે છે ‘સાવધાન’

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Bipin Rawat) અને તેમનાં વીરાંગના પત્ની મધુલિકાનું હેલિકોપ્ટર (Helicopter) તૂટી પડતાં અપઘાતી અવસાન થયું અને સાથે દેશના ચુનંદા પરાક્રમી વીર સૈન્ય અધિકારીઓની પ્રાણ આહુતિ થઇ, એમના અવસાન પાછળનું અઘોરી કારણ શોધનું પણ અમારું આદ્ય કર્તવ્ય છે. સ્વ. બિપિન રાવત ભૂમિદલના વડા અને દેશના સંરક્ષણના મુખ્ય આધારસ્તંભ હતા. એમના સ્વર્ગસ્થ થએલા ચુનંદા પરાક્રમી સૈન્ય અધિકારીઓ અભિનવ ભારતનું ‘અર્જુન સમ કવચ’ હતું. સ્વ. બિપિન રાવતજીની દેશ સુરક્ષા નીતિ, સૈન્ય કાર્ય શૈલીનું માર્ગદર્શન અદ્‌ભુત પ્રભાવશાળી હતું. જેનાથી શત્રુ પક્ષમાં ‘ડર’ હતો. દેશની સુરક્ષા અમારી ત્રણ પાંખની સૈન્ય શકિત પર નિર્ધારિત છે અને ભાગ્યથી અમે સક્ષમ અને સુરક્ષિત છીએ. પણ આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે.

પાડોશી દેશો ખોટી મિત્રતા બતાવી કૃતધ્ની બનીને અવળચંડાઇ કરી રહ્યા છે. દેશનિષ્ઠ પરાક્રમી યોધ્ધા બિપિન રાવતના અવસાન પરનું એમનું ભેદી મૌન અમારા માટે ભયયુકત બની શકે છે, ગાફીલ રહેવાનું પાલવે નહિ. યોધ્ધાવીર બિપિન રાવતનું દેહાવસાન નૈસર્ગિક નથી, એમાં રહસ્ય છે, કૂટનીતિ હોઇ શકે છે, તેનું સ્પષ્ટ નિરાકરણ થવું જ જોઇએ એ જ એમના માટે સાચી શ્રધ્ધાંજલિ થશે. પાડોશી દેશોમાં અમારા માટે શત્રુત્વની ભાવના હતી, છે અને તે લોકો અલગ અલગ દુષ્કૃત્યો કરી રહ્યા છે. તે આખું વિશ્વ જાણે છે. એટલે અમારે સતર્કતા રાખીને સાવધાનીનું પગલું લેવું જરૂરી છે.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top